Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 07:00:17 AM IST
 

આજે જિલ્લામાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનું આગમન

Sep 23, 2012 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 450
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર, તા.૨૨

જ્યોતિર્ધર સ્વામિ વિવેકાનંદના વિચારોને પ્રચાર કરવાના આશય સાથે આરંભ થયેલી ભાજપની ચૂંટણીલક્ષી સ્વામિ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા આવતીકાલ તા.૨૨ના બપોરના ૨/૩૦ કલાકે બોટાદના બોડીમા પહોચીને ભાવનગર જિલ્લામા આગામન થશે.

  • યાત્રા બોડી, પાળીયાદ, બોટાદ, ટાટમ, ગઢડા થઈને ઢસા પહોચશે, ગઢડામાં મોદીની જાહેરસભા

ચૂંટણીલક્ષી ભાજપની સ્વામિ વિવેકાનંદ વિકાસ યાત્રા પાળીયાદ, બોટાદ, ટાટમ, ગઢડા થઈને ઢસા પહોચશે.ગઢડામા મુખ્યમંત્રી મોદી જાહેરસભાને સંબોધન કરશે.સ્વામિ વિવેકાનંદ યુવા વિકાસયાત્રામાં પ્રદેશ નેતાઓ પણ જોડાશે.ભાવનગર જિલ્લામા બીજા ચરણની સ્વામિ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનો તા.૩૦ના આરંભ થશે.આ યાત્રા બરવાળા, વલભીપુર, સિહોર થઈને પાલિતાણા પહોચશે.

આ અંગે જિલ્લા ભાજપના જેબલીયા અને ડાંખરાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, સ્વામિ વિવેકાનંદના વિચારોને પ્રસાર કરવા માટે મુખ્યમંત્રી મોદીની આગેવાનીમાં સમગ્ર ગુજરાતમા સ્વામિ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા ફરી રહી છે.આ સ્વામિ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા ભાવનગર જિલ્લામા આવતીકાલ તા.૨૩ના બોટાદના બોડી ગામ ખાતેથી પ્રવેશ કરશે. સ્વામિ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા તા.૨૩ના બપોરના ૩/૪૫ કલાકે પાળીયાદ, ૪/૨૦ કલાકે બોટાદ, ૫/૧૫ કલાકે ગઢડા અને સાંજના ૬/૧૫ કલાકે ઢસા પહોચશે.ઢસા બાદ યાત્રા અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે.પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ મીડીયા સેલના કિશોરભાઈ ભટૃ (વંદે માતરમ)એ અને યાત્રાના સૈરાષ્ટ્રના ઈન્ચાર્જ વાઘાણીએ યાત્રાના હેતુ અંગેની પૂર્વભુમિકા બાંધી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com