Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 03:44:58 AM IST
 

ભારતીય ધનિકો દ્વારા ઓસ્ટ્રેલિયામાં જંગી રોકાણ

Oct 08, 2012 NRI > Australia
 
Tags:   Australia NRI Indian Mines Gautam Adani Jindal comment     E-Mail     Print    
 
Viewed: 3651
Rate: 5.0
Rating:
Bookmark The Article

સિડની, તા. 8
  • રાઘવનની સિલ્વર નીડલ હોસ્પિટાલિટીએ ૫.૭ કરોડમાં હોટેલ ખરીદી
  • જિન્દાલ પરિવારે પણ આયર્નઓર અને કોલ માઇન ખરીદી
  • ગૌતમ અદાણીએ ક્વિન્સલેન્ડમાં કોલસાની ખાણ ખરીદી
ભારતીય ઉદ્યોગસાહસિકોએ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ યશગાથા અને કીર્તિ લહેરાવી છે. છેલ્લા છથી નવ મહિનામાં ભારતમાંથી અનેક ઉદ્યોગપતિઓ દ્વારા ઓસ્ટ્રેલિયામાં મોટાપાયે ખાનગી રોકાણ કરવામાં આવ્યું છે. આઈટી માંધાતાઓ અને અન્ય ક્ષેત્રોમાં સક્રિય ધનિક ઉદ્યોગપતિઓ હવે ઓસ્ટ્રેલિયામાં હોટેલો અને આયર્નઓર અને કોલસાની ખાણો ખરીદવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયાની સરકારે લાંબા ગાળાનું રોકાણ આકર્ષવા માટે તેમજ નવા વિઝા નિયમો હળવા કરવાથી ભારતીય ધનિકો હવે ઓસ્ટ્ર્લિયામાં રોકાણ કરવા લલચાયા છે. ગૌતમ અદાણીએ ક્વિન્સલેન્ડમાં કોલસાની ખાણ ખરીદી છે, જ્યારે જિન્દાલ પરિવારે પણ આયર્નઓર અને કોલ માઈન ખરીદી છે.

ફોર્બ્સની વિશ્વના ધનિકોની યાદીમાં ૮૦મું સ્થાન ધરાવતા જિન્દાલ ફેમિલી દ્વારા ૨.૬૯ કરોડ ડૉલરમાં ઓસ્ટ્રેલિયાની ઓયર્નઓર અને કોલસાની ખાણમાં ઇક્વિટી ખરીદવામાં આવી છે. જિન્દાલ સ્ટીલ અને પાવર દ્વારા આ મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. ગુજરાતનાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા ૨ અબજ ડૉલરમાં ક્વિન્સલેન્ડમાં ગયા વર્ષે કોલસાની ખાણ ખરીદવામાં આવી છે.

આવી જ રીતે ઈન્ફોસિસનાં સહસ્થાપક અને ભારતીય ફિલાન્થ્રોપિસ્ટ નદાથુર એસ રાઘવનની સિલ્વરનીડલ હોસ્પિટાલિટી દ્વારા ૫.૭ કરોડ ડૉલરમાં બ્રિસ્બેનમાં હોટેલ ખરીદવામાં આવી છે. ગયા વર્ષે તેમણે ઓસ્ટ્ર્ેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં ૬૦ જેટલી હોટેલ ચેઈન્સ ખરીદી હોવાનાં અહેવાલો છે.

ભારતીયો આમ તો અત્યાર સુધી બ્રિટન અને નોર્થ અમેરિકામાં જ રોકાણ કરતા હોવાનું જણાયું છે પણ ઓસ્ટ્રેલિયામાં રિઅલ એસ્ટેટ અને હોટેલ ઉદ્યોગમાં હવે તેઓ રોકાણને સલામત માનવા લાગ્યા છે. કારણ કે ત્યાં કરેલા રોકાણ પર સૌથી વધુ ૧૦ ટકા વળતર મળવાની તેમને આશા છે. એશિયામાં સૌથી વધુ વળતર માટે ઓસ્ટ્રેલિયા હૉટ ફેવરિટ હોવાનું મનાય છે. જાપાન અને સાઉથ કોરિયામાં કરેલા રોકાણ પર ૯ ટકા વળતર મળે છે.

રોકાણકારો ઓસ્ટ્ર્ેલિયામાં રોકાણ કરવા પ્રેરાયા છે તેનું મહત્વનું કારણ એ પણ છે કે પસંદગીનાં જે આઠ દેશો સલામત રોકાણનું 'ટ્પિલ એ' રેટિંગ ધરાવે છે તેમાં ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. તેનું આઉટલૂક સ્ટેબલ છે. વિશ્વમાં તે ૧૨મી સૌથી મોટી ઈકોનોમીનું સ્થાન પણ ધરાવે છે. ત્યાં ૨૦૧૨માં સીધું વિદેશી રોકાણ ૬૭ અબજ ડૉલર પર પહોંચ્યું છે. જો કે ચીનની સરખામણીમાં ત્યાં ભારતીયોનું રોકાણ હજી ઘણું ઓછું છે. પાંચ વર્ષમાં ભારત દ્વારા ઓસ્ટ્રેલિયામાં ૩૦ અબજ ડૉલરનું રોકાણ કરવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં જે લોકો કેટલીક નિશ્ચિત એસેટ્સમાં ૫૦ લાખ ઓસ્ટ્રેલિયન ડૉલરનું રોકાણ કરે તેમને નવા વિઝા નિયમો હેઠળ વિશેષ સવલતો આપવાનું જાહેર કરાયું છે. આર્િથક વિકાસ અને રોજગારીનાં સર્જનમાં તેમનું પ્રદાન વધે તેવા પ્રોત્સાહનો અપાય છે.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com