Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 08:41:28 PM IST
 

ભારતીય વિદ્યાર્થીની હત્યા બદલ ઓસી. યુવક દોષિત

Oct 24, 2012 NRI > Australia
 
Tags:   NRI Indian origin Tosha Thakkar Indian Australia Indian student Murder Police Australian Suitcase Student comment     E-Mail     Print    
 
Viewed: 3837
Rate: 2.0
Rating:
Read in English
Bookmark The Article

મેલબોર્ન, તા. ૨૪

ભારતીય યુવતીની હત્યા બદલ ૨૧ વર્ષના ઓસ્ટ્રેલિયન યુવકને દોષિત ઠેરવવામાં આવ્યો છે. ગત વર્ષે તોશા ઠક્કર નામની ૨૪ વર્ષીય યુવતીનું મૃત શરીર માર્ચ ૨૦૧૧માં સિડનીની એક કેનાલમાં સૂટકેસમાં મળી આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેની ગળે ટૂંપો આપીને હત્યા કરી દેવામાં આવી હતી.

તોશાની હત્યાનાં કારણે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય સમુદાયમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી, ઉપરાંત આ ઘટનાનો ભારતમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સમાચારપત્રમાં આવેલા અહેવાલ અનુસાર સ્ટાની રેગિનાલ્ડ પર ઠક્કરનો બળાત્કાર કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો, જોકે કોર્ટે તેને આ આરોપ હેઠળ દોષિત ઠેરવ્યો નહોતો. આગામી ૨૮મી નવેમ્બરના રોજ તેને સજા સંભળાવવામાં આવશે. સિડનીના ક્રોયડોનનમાં આવેલી એડવિન સ્ટ્રીટમાં તોશા ઠક્કર અને સ્ટાની રેગિનાલ્ડ અલગ અલગ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com