180X600.jpg
Jul 25,2016 07:59:52 AM IST
 

કૌતુક: ગોલ્ફ રમતી વેળા અચાનક આકાશમાંથી શાર્ક માછલી પડી અને...!

Oct 27, 2012 12:42
 
Animal,Strange,Odd news,Shark fish,Fish,Sea,Live,Shark,Ground,Sky,Water,Strange news,Golf club Tags:   Animal Strange Odd news Shark fish Fish Sea Live Shark Ground Sky Water Strange news Golf club comment     E-Mail     Print    
 
Viewed: 6015
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લૉસએન્જેલસ, તા. 27

અમેરિકામાં લૉસએન્જેલસમાં એક સ્થાનિક ગોલ્ફ ક્લબના ખેલાડી બપોરના તડકામાં રમવાનો આનંદ ઉઠાવવામાં મશગૂલ હતો તેવામાં આકાશમાંથી અચાનક જ એક જીવિત શાર્ક માછલી મેદાનમાં આવીને પડી હતી. 

એક અહેવાલ અનુસાર, સેનહુઆન ગોલ્ફ ક્લબની નિદેશક મેલિસા મેક્કોર્મેકના હવાલાથી શુક્રવારે આ ઘટનાની જાણકારી આપી હતી. મેક્કોર્મેક અનુસાર, આ ઘટના સોમવારના બપોરે એ સમયે સર્જાઈ જ્યારે આશરે બે ફૂટ લાંબી લિયોપાર્ડ શાર્ક લોહીલુહાણ અવસ્થામાં ગોલ્ફ કોર્સમાં આવીને પછડાઈ હતી.

એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોટા પક્ષીએ આઠ કિલોમીટર દૂર આવેલ પ્રશાંત મહાસાગરમાંથી આ માછલીને પકડીને લાવ્યું હશે અને પછી ઊડતી વેળા તેની ચાંચમાંથી સરકીને પડી ગઈ હશે. શાર્ક માછલીને ઘાયલ જોઈને ક્લબના અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા. ખેલાડીઓને લઈ જતી ગાડીમાં તેને તાબડતોબ ક્લબની ઈમારમાં લઈ ગયા ત્યાં રહેલા અન્ય કર્મચારીઓએ આને તાજા પાણીનાં ટબમાં છાડી દીધી. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોને યાદ આવ્યું કે શાર્ક માછલી ક્ષારયુક્ત પાણીમાં તરે છે તો રસોડામાંથી મીઠું લાવીને તેને પાણીમાં ભેળવી દીધું હતું.

પાછળથી આ શાર્કને દરિયામાં પરત છોડી દેવામાં આવી હતી. મેક્કોમેર્ક જણાવે છે કે શાર્ક દરિયામાં ગયા પછી ધન્યવાદ આપવાની મુદ્રામાં એકવાર ફરીથી કર્મચારીઓની તરફ ધસી અને પછી તે ઝડપથી આગળ તરવા લાગી ગઈ. આ ઘટનામાં કોઈપણ ખેલાડી ઘાયલ ન થયો. પહાડીની તળેટીમાં વસેલા ગોલ્ફ કોર્સમાં તો ઘણીવાર શિયાળ અને પહાડી સિંહોનો સામનો થયો છે પરંતુ પ્રથમવાર શાર્ક માછલી પધારી હોય તેવું બન્યું હતું.


આ ન્યૂઝ પર પણ કરો નજર...
આવું દ્રશ્ય તમે કયારેય નહીં જોયું હોય!!
શેષનાગને હંમણાં સુધી તમે ટેલિવિઝન, ફિલ્મો કે તસ્વીરોમાં જોયા હશે, આ દ્રશ્ય જોવા લોકોની ખૂબ ઉત્સુકતા હતી. આ નાગ ઘણો જ શાંત સ્વભાનો જણાઈ આવતો હતો. આના ...

આ રહી ગુજરાતણ જે માત્ર દૂધ વેચીને બની છે કરોડપતિ
ગુજરાતીમાં પ્રેરણા આપે તેવી એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય આનું જીવતું જાગતું ઉદાહરણ વડોદરામાં એક મહિલા....

દુનિયાનો સૌથી જરા હટકે કૂતરો, તસવીરો
આ કૂતરો જેવો તેવો નથી પરંતુ જરા હટકે છે. કારણ કે આ ગ્રેટ ડેન પ્રજાતિનો જે અલભ્ય ગણાય છે.....

ડૉલ્ફિન વિશેનાં આ રહસ્યથી લોકો હજી હતા અજાણ!
ડૉલ્ફિન દરિયાનું એક એવું જીવ છે, જેના વિશે હજી સેંકડો લોકો અજાણ છે તેમજ તેના વિશેની આ માહિતીથી તો ચોક્કસ અજાણ હોવાની ખાતરી....

 
Share This

 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com