મેલર્બોન, 29 ઓક્ટોબર
ભારતમાં વર્ષ 1984માં થયેલા શીખ વિરોધી રમખાણોને ‘નરસંહાર’નો કરાર આપવા માટે એક ઓસ્ટ્રેલિયન સાંસદ આ સપ્તાહમાં સંસદમાં અરજી કરશે.
સાંસદ વોરેન એનસ્ટેચ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ‘દેશના શીખ સમુદાય દ્વારા ભારતમાં 1984માં થયેલા શીખ વિરોધી રમખાણોને નરસંહાર તરીકે જાહેર કરવા માટે એનસ્ટેચની મદદ માંગી છે.’ કૈન્સોમાં સૌપ્રથમ આ મુદ્દો શીખ સમુદાયના સભ્ય દલજીત સિંહે ઉઠાવ્યો હતો.
દલજીત સિંહે જણાવ્યું કે ‘સમાનતા અને શાંતિમાં વિશ્વાસ ધરાવતા આ દેશની ધરતી પર વસતા દરેક વ્યક્તિએ આ મુદ્દે સમર્થન આપવું જોઈએ.’
આ સાથે એમ પણ જણાવ્યું કે કોર્ટ દ્વારા ન્યાય આપવામાં થતું મોડુ પણ ન્યાયનો અર્થ ખતમ કરી દે છે.