|
|
|
| ગુરૃવાર, તા.૧૫-૦૫-૨૦૦૮ |
|

મેષ (અ.લ.ઈ.) |
નોકરિયાતને કાર્યબોજ વધતો લાગે. તબિયત ચિંતા કરાવે. પ્રશ્નોનો હલ વિલંબિત જણાય. |
|

વૃષભ (બ.વ.ઉ.) |
આપના અગત્યનાં કામકાજો પાર પાડવામાં વિઘ્ન જણાય. તબિયત સુધરે. ખર્ચ વધે. |
|
મિથુન (ક.છ.ઘ.) |
કાર્યસફળતાની તક સર્જાય. વિવાદ ટાળજો. પ્રવાસ ફળે. |
|
કર્ક (ડ.હ.) |
આપના માર્ગ આડે અંતરાય જણાય. વધુ પ્રયત્ને સફળતા. સ્નેહીથી મિલન. |
|
સિંહ (મ.ટ.) |
વધુ પડતી અપેક્ષા-આધાર વ્યર્થ જણાય. ખર્ચ પર કાબૂ રાખજો. પ્રવાસની તક. |
|
કન્યા (પ.ઠ.ણ.) |
સામાજિક પ્રસંગ અંગે સાનુકૂળતા. સારો સંદેશ. ખુદાની મહેરબાની મળે. |
|

તુલા (ર.ત.) |
લાભની આશા રાખી શકશો, પરંતુ ધીરજ જરૃરી ગણજો. આરોગ્ય જળવાય. |
|

વૃશ્ચિક (ન.ય.) |
માનસિક તણાવ દૂર થાય. આર્િથક પ્રશ્ન હલ કરી શકશો. સ્વજનનો સહકાર. |
|
ધન (ભ.ધ.ફ.ઢ.) |
વ્યથા-વેદના અકારણ ચિંતા દૂર થાય. કુદરતી મદદ મળે. પ્રવાસ મજાનો જણાય. |
|

મકર (ખ.જ.) |
આપની ધારણા ઊંધી ન વળી જાય તે જોજો. સ્વજન-મિત્રની મદદ મળે. ખર્ચ જણાય. |
|
કુંભ (ગ.શ.સ.) |
આપની કસોટી થતી લાગે. અલ્લાહ પરનો આધાર ઉગારી શકે. પ્રવાસ મજાનો રહે. |
|
મીન (દ.ચ.ઝ.) |
આપના વ્યાવસાયિક પ્રશ્નો હલ થાય. ઈશ્વરેચ્છા બળવાન સમજવી. મુલાકાત ફળે. |
|
|
| પંચાઞ |
પરશુરામ દ્વાદશી, રુક્મિણી બારસ, પારસી દએ માસ શરૃ, વ્યાયામવીર અંબુભાઈ પુરાણીનો જન્મદિન
વિક્રમ સંવત : ૨૦૬૪, વૈશાખ સુદ બારસ, શુક્રવાર, તા. ૧૬-૫-૨૦૦૮. વીર (જૈન) સંવતઃ ૨૫૩૪. શાલિવાહન શક : ૧૯૩૦. યુગાબ્દ (કલિ) : ૫૧૧૦. ભારતીય દિનાંક : ૨૬. પારસી માસ : દએ. રોજ : ૧-અહુરમજદ. મુસ્લિમ માસ : જમાદી ઉલ અવ્વલ. રોજ : ૧૦. દૈનિક તિથિ : સુદ બારસ ક. ૨૫-૧૦ સુધી. ચંદ્ર નક્ષત્ર : હસ્ત ક. ૧૯-૧૫ સુધી પછી ચિત્રા. ચંદ્ર રાશિ : કન્યા (આખો દિવસ). જન્મ નામાક્ષર : કન્યા (પ.ઠ.ણ.). કરણઃ બવ/બાલવ. યોગ : વજ્ર ૦૯-૨૦ સુધી પછી સિદ્ધિ. વિશેષ પર્વ : પરશુરામ દ્વાદશી. રુક્મિણી બારસ. રાજયોગ ક. ૧૯-૧૫થી ૨૫-૧૦ સુધી. પારસી કેલેન્ડરનો દસમો માસ દએ આજથી શરૃ. ડભાણ-મહુવા-શ્રીજીનગર (સુરત) સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ. * ગુજરાતના યૌવનધનનું શિક્ષણ-સદ્વાંચનની સાથે સાથે વ્યાયામ અને રાષ્ટ્રીય શિક્ષણનું મહત્ત્વ સમજાવનાર શ્રી અંબુભાઈ પુરાણીનો જન્મદિન (જ.તા. ૧૬-૫-૧૮૯૪). તેઓ શ્રી અરવિંદના પૂર્ણયોગના અગ્રણી સાધક હતા. * કૃષિ જ્યોતિષ : સૂર્ય ઋતુઓનો કારક છે. ચંદ્ર દૈનિક તિથિનો કારક છે. પ્રાચીન સમયમાં તિથિ ગણિતનો હેતુ ચંદ્રની કલા (તેજ્સ્વિતા પ્રકાશની માત્રા) જાણવાનો હતો, પરંતુ આજે આ પ્રથા લુપ્ત થતી જાય છે. તેજી-મંદીના સિદ્ધાંતોમાં ચંદ્રની કલાનો ઉપયોગ કરવાથી સારી સફળતા મળે છે. સર્વતો ભદ્ર ચક્ર તથા જૈન જ્યોતિષમાં ચંદ્ર કલાનો અભ્યાસ વધુ લાભદાયી-ફળદાયી નીવડે છે.
|
|
 |
| જન્મદિન |
મનનો બોજ વધે તેવા પ્રસંગો જણાય. આર્િથક મુશ્કેલીનો ઉપાય મળે. શેરમાં લાંબાગાળાનું મૂડીરોકાણ લાભદાયી થાય. સંપત્તિના પ્રશ્નો ઉકેલજો. નોકરીમાં સ્થાન પરિવર્તન થાય. ધંધાકીય સંજોગો સુધરતા જણાય. લગ્ન અંગે ઉતાવળા નિર્ણયથી પસ્તાવું પડે. પ્રેમની વસંત મહોરતી લાગે. અભ્યાસમાં સાનુકૂળતા જણાય. ટૂંકા પ્રવાસ થાય. પ્રતિસ્પર્ધી ફાવતા લાગે. |
|