|
|
|
|
|
|

મેષ (અ.લ.ઈ)
|
લાગણી દુભાય યા તણાવનો અનુભવ. સમસ્યાનો ઉકેલ હજી દૂર ઠેલાતો લાગે. અગત્યના કામમાં સાનુકૂળતા.
|
|

વૃષભ (બ.વ.ઉ.)
|
આપની અંતઃકરણની અશાંતિ યા વિષાદમાંથી બહાર આવીને કોઈ આશાવાદી સંજોગ સર્જાતાં જણાય.
|
|

મિથુન (ક.છ.ઘ.)
|
ધાર્યા કામ આડે સો વિઘ્નો જણાતાં હશે તો હવે વિઘ્નો ઓછા થતાં જણાય. ખર્ચ-આવેશ પર કાબૂ રાખજો.
|
|

કર્ક (ડ.હ.)
|
માનસિક અજંપો કે ચિંતાનો ઉકેલ મેળવી શકશો. કોઈ સાનુકૂળ તક સર્જાતી જોઈ શકો. પ્રવાસ ફળે.
|
|

સિંહ (મ.ટ.)
|
આપની ભાવનાઓ યા સ્વાભિમાન અંગે સાનુકૂળ વાતાવરણ સર્જાતું લાગે. વાદ-વિવાદથી દૂર રહેજો.
|
|

કન્યા (પ.ઠ.ણ.)
|
પ્રવાસ યા અન્ય કોઈ અગત્યના કામ પ્રસંગ અંગે આપના માર્ગ આડેના અવરોધ દૂર થતાં જણાય.
|
|

તુલા (ર.ત.)
|
આપના ઘરની કે બહારની, નોકરી-ધંધા કે સ્વજન અંગેની બાબતો માટે પ્રયત્નો ફળતાં જણાય.
|
|

વૃશ્ચિક (ન.ય.)
|
આપના માથા પરનું ટેન્શન કે કોઈ મૂંઝવણનો ઉકેલ અંગે સ્વજન, તક ઉપયોગી બને. મહત્ત્વના કામ થાય.
|
|

ધન (ભ.ધ.ફ.ઢ.)
|
આપના વ્યવસાયની યા કૌટુંબિક પરિસ્થિતિ પર આપ અંકુશ રાખીને સાર્થક બનાવી શકશો.
|
|

મકર (ખ.જ.)
|
બેખબર-બેધ્યાન કે બેજવાબદાર ન રહેવું. સાવધાનીથી કામ કરવું લાભકારી બને.
|
|

કુંભ (ગ.શ.સ.)
|
આર્થિક પરિસ્થિતિ પર તમે નજર રાખીને ખર્ચ-કરજ કરશો તો રાહત અનુભવાય. સંતાનના કામ થાય.
|
|

મીન (દ.ચ.ઝ.)
|
કોઈપણ નિર્ણય કે કાર્યારંભ અંગે સો વાર વિચારવાની સલાહ છે. ઉતાવળા આવેશ પર કાબૂ જરૂરી.
|
|
|
સૂર્યોદયાદિ સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૫-૫૮ ૬-૪૬ ૧૯-૧૪
દિવસનાં ચોઘડિયાં : ૧. રોગ, ૨. ઉદ્વેગ, ૩. ચલ, ૪. લાભ, ૫. અમૃત, ૬. કાળ, ૭. શુભ, ૮. રોગ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. કાળ, ૨. લાભ, ૩. ઉદ્વેગ, ૪. શુભ, ૫. અમૃત, ૬. ચલ, ૭. રોગ, ૮. કાળ.
મોહિની એકાદશી, લક્ષ્મીનારાયણ
એકાદશી (ઓરિસ્સા)
વિક્રમ સંવત : ૨૦૬૯, વૈશાખ સુદ એકાદશી, મંગળવાર,
તા. ૨૧-૫-૨૦૧૩.
વીર (જૈન) સંવત : ૨૫૩૯.
શાલિવાહન શક : ૧૯૩૫.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૫.
ભારતીય દિનાંક : ૩૧.
પારસી માસ : દએ.
રોજ : ૭-અમરદાદ.
મુસ્લિમ માસ : રજ્જબ.
રોજ : ૧૦. દૈનિક તિથિ : સુદ એકાદશી ક. ૨૧-૦૩ સુધી.
ચંદ્ર નક્ષત્ર : હસ્ત ક. ૨૯-૦૩ સુધી (બુધવારે પરોઢે ક. ૫-૦૩ સુધી) પછી ચિત્રા.
ચંદ્ર રાશિ : કન્યા (આખો દિવસ). જન્મ નામાક્ષર : કન્યા (પ.ઠ.ણ.)
કરણ : વણિજ/ વિષ્ટિ/બવ.
યોગ : વજ્ર ક. ૧૨-૧૬ સુધી પછી સિદ્ધિ.
વિશેષ પર્વ : મોહિની એકાદશી (ઠાકોરજીને ગો તક્ર-ગાયના દૂધમાંથી બનાવેલી છાશ ધરાવવાનો મહિમા). કુમારયોગ ક. ૨૧-૦૩ સુધી. * વિષ્ટિ (ભદ્રા) ક. ૯-૪૬થી ૨૧-૦૩ સુધી. લક્ષ્મીનારાયણ એકાદશી (ઓરિસ્સા). * કૃષિ જ્યોતિષ : વૈશાખ માસનું રખેવાળ નક્ષત્ર વિશાખા છે. તે ગંજબજારમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સર્વતોભદ્ર ચક્ર અનુસાર વિશાખા નક્ષત્રનો પ્રભાવ જવ-ચોખા- ઘઉં- મગ- રાઈ- રાયડો- મસૂર તથા ધાન્ય ઉપર જોવા મળે છે. પશુપાલનની પ્રવૃત્તિ દ્વારા પૂરક આવક મેળવવાનું આયોજન થઈ શકે. રાહુકાલ : દિવસે ક. ૧૫-૦૦ થી ૧૬-૩૦
|
|
|
-
|