180X600.jpg

May 03,2016 07:53:31 PM IST

Weekly Astrology (May 03,2016)

Read also : Daily | Yearly
તા. 30/04/2016 થી તા. 07/05/2016 સુધી.

Mesh
મેષ (અ.લ.ઈ)

આપની મનની કાલ્પનિક અને તાર્કિક ચિંતાઓનાં ઓળાં ઊતરશે. આર્થિક સંજોગો કઠિન હોય છતાં કોઈ અણધારી વ્યવસ્થા દ્વારા પ્રશ્ન હલ થાય. કાર્ય સફળતા માટે અને નોકરી-ધંધાની બાબતો અંગે આપના પ્રયત્નો ફળદાયી થતાં જોવા મળે. સરકારી-ખાનગી કચેરીના વિઘ્નો દૂર થાય. આપના કૌટુંબિક ક્ષેત્રે સંજોગો ધીમેધીમે સુધારી શકશો. તે માટે જીવનસાથીની કદર કરવાનું જરૂરી માનજો. આરોગ્ય નરમ હોય તો સુધરે. પ્રવાસ સફળ જણાય.

Vrishabha
વૃષભ (બ.વ.ઉ.)

આપની અંતઃકરણની વ્યથા-વેદનાઓને ભૂલવા માટે આધ્યાત્મિક માર્ગ શ્રેષ્ઠ. આર્થિક કામકાજો અંગેની કોઈ અડચણ દૂર થાય. લોન યા અન્ય કાર્યોમાં પ્રગતિ. ખર્ચનો પ્રસંગ જણાય. જમીન, વાહન, સંપત્તિ યા અન્ય નોકરી-ધંધાનાં કાર્યો અને યોજનાઓને આગળ વધારી શકશો. ગૃહજીવનની ચકમકો યા વિવાદને ટાળજો. દલીલબાજીમાં ન ઊતરવું. આરોગ્ય જળવાય. પ્રવાસમાં વિલંબ જણાય.

Mithun
મિથુન (ક.છ.ઘ.)

આપની ચિંતા-ઉદ્વેગ અને તણાવના કારણે મન બેચેન જણાશે. નાણાકીય સમસ્યાનો ભાર જણાય. વધુ પ્રયત્ને અને અન્યની મદદ સલાહથી હળવાશ થઈ શકે. નોકરી-વ્યવસાયનાં કાર્યો હોય કે જમીન, મકાન, સંપત્તિ યા વાહનની બાબતો અંગે સંજોગો ધીમેધીમે સુધરશે. પ્રયત્નો ચાલુ રાખવા જરૂરી માનજો. દાંપત્યજીવન, કૌટુંબિક કામ-પ્રસંગ, મિલન-મુલાકાતો અને સ્વજનો અંગે સમય સાનુકૂળતા દર્શાવે છે. આરોગ્ય સાચવજો. પ્રવાસ ફળે.

Kark
કર્ક (ડ.હ.)

આશાવાદી અને ઉત્સાહિત થઈ શકશો. ખુશી-પ્રસન્નતા અનુભવશો. આવક કરતાં જાવક-ખર્ચા અને ચુકવણીઓ વધતી લાગે અને નાણાભીડ અનુભવાય. મહત્ત્વના હાથ પરનાં કામકાજો માટે કોઈની મદદ અને ઉપાયો સફળ થાય અને નોકરી-ધંધા માટે સમય લાભની તક સૂચવે છે. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. સગાં-સ્વજન, સ્નેહીજનથી સહકાર મળે. આરોગ્ય ચિંતા દૂર થાય. પ્રવાસમાં વિઘ્ન દૂર થાય.

Sinh
સિંહ (મ.ટ.)

નિરાશા અને અજંપામાંથી આપ બહાર આવી શકશો. નાણાભીડનો કોઈ ઉપાય-ઉકેલ મળી આવે. સહાય મળે. જૂની ઉઘરાણી મળી શકે. ખર્ચા ટાળજો. આપના પ્રયત્નો વધારીને અને ધીરજ બાદ કાર્ય સફળતા અથવા ધાર્યું પરિણામ મેળવી શકશો. નોકરિયાતને યા ધંધાર્થીને વધુ પરિશ્રમ કરવા પડે. ગૃહજીવનમાં મનદુઃખ નિવારજો. પ્રેમ-લાગણીથી જીવનસાથીને જીતી શકશો. તબિયત પર ધ્યાન આપવું. પ્રવાસમાં અંતરાય જણાય.

Kanya
કન્યા (પ.ઠ.ણ.)

આપના મનની અશાંતિનાં અને ચિંતાનાં વાદળો વિખેરાતાં જણાશે. આર્થિક બાબતોની ગૂંચો ઉકેલાય. સકારાત્મક સંજોગો બને. અવ્યવસ્થાથી અસમલોતનને હવે સુધારી શકશો. મહત્ત્વની કામગીરીમાં આગળ વધાય. નોકરિયાતને સાનુકૂળ તક મળે. ધંધામાં નવીન તક અને લાભની આશા ફળે. કૌટુંબિક ક્ષેત્રે વાદ-વિવાદ, ક્લેશનો પ્રસંગ આવે. અન્યની મદદથી શાંતિ મળે. આરોગ્ય સુધરશે. પ્રવાસમાં સાનુકૂળતા.

Tula
તુલા (ર.ત.)

આપના મનની આભાસી અને ખોટી નકારાત્મક શંકાઓથી તણાવ રહે. આર્થિક બાબતો પર ધ્યાન વધારજો અને આવક-જાવકના પલ્લાં પર નજર રાખી સુવ્યવસ્થિત કરશો. નોકરી અંગેના આપના પ્રયત્નો માટે સમય સંજોગો બદલાશે. ધંધા-વેપારમાં હવે નુકસાનના બદલે લાભની આશા વધે. કૌટુંબિક ગૂંચવણો-સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશો. સમાધાન અને એડજેસ્ટમેન્ટ જરૂરી માનજો. તબિયતની કાળજી લેજો. પ્રવાસમાં સફળતા મળે.

Vrishabh
વૃશ્ચિક (ન.ય.)

આપના મન પરનો બોજો હવે હળવો કરવા માટે અન્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન આપજો. યોગ ઉત્તમ. નાણાભીડ અને લેણદારોના તકાજા અને ચુકવણી-ખર્ચા વગેરેના કારણે ચિંતા જણાય. કાર્યલાભ અને પ્રગતિ માટે આપે સમય અને સંજોગો કે તકનો લાભ લેવા તત્પર રહેવું પડે. કૌટુંબિક કાર્યો, મિલન-મુલાકાત અને ગૃહજીવનના મતભેદો દૂર કરવા ગ્રહો મદદરૂપ છે. આરોગ્ય બગડતું લાગે. પ્રવાસ અંગે મુશ્કેલી જણાય.

Dhan
ધન (ભ.ધ.ફ.ઢ.)

હકારાત્મકતા અને આશાવાદી વલણ ઉપયોગી બને અને રાહત મળે. નાણાકીય પરિસ્થિતિ ગૂંચવાતી લાગે. પણ યોગ્ય સાવધાની અને પગલાં બાદ ઠીક થાય. ખર્ચા ઘટાડવા પડે. નોકરી અંગેના કામકાજો અંગે વધુ પ્રયત્નો જરૂરી. ધંધાકીય વિકાસની તક સમજી વિચારીને લેવી. મકાન, વાહનનાં કામકાજો માટે સમય મદદરૂપ-સાનુકૂળ બને. ગૃહજીવનમાં સહકાર મળે. આરોગ્ય જળવાય. પ્રવાસમાં સાવધાન રહેવું.

Makar
મકર (ખ.જ.)

આપની બેચેની દૂર થાય અને આનંદ-ઉત્સાહના સંજોગો ઊભાં થાય. આવકવૃદ્ધિના પ્રયત્નો સફળ બને. ખર્ચ હાનિથી સાવધાન રહેવું. ઉઘરાણી પર ધ્યાન આપજો. મહત્ત્વનાં કામકાજો માટે સમય સુધરતો જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રે આપના પ્રયત્નો ફળદાયી રહે. મકાન, વાહનની ચિંતા દૂર થાય. કૌટુંબિક ક્ષેત્રે આપ સુખ-શાંતિ સ્થાપી શકશો. સમજદારી પ્રેમથી વર્તવું.

Kumbh
કુંભ (ગ.શ.સ.)

ટેન્શન અને બેચેની, ચિંતાનાં કારણે મન ક્યાંય લાગે નહીં. ઉત્પાત્ત જણાય. નાણાકીય કામકાજો અને આવક અંગે અથવા અન્ય લોન, કરજ ચૂકવવા માટે કોઈ તક સંજોગો ઊભાં થતાં જણાય. મકાન, મિલકત અંગેના કાર્યોમાં વિલંબ જણાય. વાહન બાબત માટે સમય સુધરે. નોકરીમાં કાર્ય સફળતા. ધંધાકીય લાભની આશા ફળે. કૌટુંબિક, ગૃહમોરચે સંઘર્ષ અને વ્યથા-વિષાદ અનુભવાય. મતભેદ ટાળવા. આરોગ્ય સાચવજો. પ્રવાસ ફળશે.

Meen
મીન (દ.ચ.ઝ.)

આપના મન પરનો બોજો હવે હળવો થાય. ટેન્શન હળવું બને. નાણાકીય પરિસ્થિતિ બગડે નહીં તે જોજો. ખોટા મૂડીરોકાણ, ખર્ચા મુશ્કેલી સર્જે. સમય કઠિન લાગે. કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા પડે. ધીરજ રાખવી પડે અને હિંમત, વિશ્વાસ રાખવા. આપની નોકરી, ધંધાની બાબતો પર ધ્યાન આપવું. ગૃહજીવનમાં દુઃખ, ગેરસમજ, ચકમકનો પ્રસંગ ન સર્જાય તે જોજો. આરોગ્ય કથળી શકે. પ્રવાસમાં જણાતી મુશ્કેલી દૂર થાય.
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com