Offbeat  
Tuesday, January 1, 2013
યોગ કરવાથી આ સમસ્યા તમારી પાસે ક્યારેય નહિ આવે

યોગ તમારી આંતરિક આત્મા માટે પ્રવેશદ્વાર, અસરકારક ઉપચાર અને પુનઃ શક્તિસંચાર કરે છે. યોગમાં શારીરિક વ્યાયામ સાથે સાથે આધ્યાત્મિક પાસા પણ સંકળાયેલા છે. યોગથી શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે. યોગ વિશે ભારતીય પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે, જેનું આજની પશ્ચિમી સંસ્કૃતિ પણ અનુકરણ કરી રહી છે. યોગ વિશે તમે જાણતાં ન હોવ તો જાણી લો કે યોગ શરીર માટે જરૂરી છે.
1. શ્વાસોશ્વાસની કસરતો
શ્વાસોશ્વાસ માટે ધ્યાન અને શારીરિક સ્થિતિના સંયોગથી યોગમાં વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. તણાવથી પીડાતા લોકો માટે પદ્માસન ખૂબ જ લાભદાયી નીવડે છે. તેના માટે આંખો બંધ કરી અને પદ્માસનમાં બેસી અને શ્વાસોચ્છવાસ એક રીધમ જાળવવી, શ્વાસ લેતી વખતે તમારી છાતીને ફૂલાવવી અને પેટને સંકોચવું. શ્વાસ છોડતી વખતે તેનાથી ઉલટું કરવું. સામાન્ય રીતે આપણે રોજ શ્વાસોશ્વાસની ક્રિયા ખોટી કરતાં હોઈએ છીએ. યોગ પ્રમાણેના શ્વાસોશ્વાસની ક્રિયા માનવીનું શરીર સૂતા હોઈએ ત્યારે કરતું હોય છે.
 
2. સર્વાંગાસન
થાઇરોઇડ ગ્રંથીના નીયમન માટે આ આસન આદર્શ ગણવામાં આવે છે. આ આસન તણાવ, ચિંતા, બેચેની દૂર કરવા માટે પણ લાભદાયી છે. આ આસન કરવા માટે તમારા હાથને કમર પર રાખીને તમારા પગને ધીમે ધીમે ઉપરની તરફ સીધા કરવા જેથી તમારી હડપચી અને છાતીના ભાગમાં દબાણ મહેસુસ થશે. આ સ્થિતિમાં તમે જેટલું સહન કરી શકો તેટલી વાર રહેવું અને શ્વાસોચ્છવાસની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું.
 
3. ભુજંગાસન
આ આસનને કોબ્રા પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આસન થાઈરોઈડ અને પેરા-થાઈરોઈડ ગ્રંથિનું નિયમન કરીને તમને તણાવમુક્ત થવામાં ઉપયોગી થાય છે. આ આસન કરવા તમારે પેટનાં ભાગે સૂઈને તમારા હાથ શરીરની સમાંતર જમીન પર રાખવા. પગ જમીનને અડીને રાખી પેટનો ભાગ ઉપર ઉંચકવો. આ સ્થિતિમાં થોડો સમય તમારા શરીરને રાખીને ફરી તમારા શરીરને હળવું કરો.
 
4. બાલાસન
આ એક હળવું આસન છે જેને લગભગ ગમે ત્યારે અથવા કોઈપણ આસનની સાથે કરી શકાય છે. આ આસન કરવા તમારા ઘુંટણ પર નીચે બેસીને તમારા કપાળને જમીન તરફ અડ્કાવો. આ આસનમાં તમારી અનુકુળતા સુધી રહો અને શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો.
 
5. વિપ્રીતા કારણી
આ આસન સામાન્ય રીતે દીવાલનો સહારો લઇ ને કરવામાં આવે છે. આ આસન તણાવ દુર કરવા ઉપયોગી સાબિત થાય છે. આ આસનથી મસ્તિસ્ક સુધી લોહીનું પરિભ્રમણ થાય છે. આ આસન માટે દીવાલ પર સમતલ પગને ટેકવવા. પગને ૯૦ અક્ષ્ના ખૂણે શરીર સાથે વાળીને રાખવું.
 
6. સલભાસન
આ આસન ચિંતા,તણાવ, પીઠના દુખાવા અને પાચન સમસ્યા માટે ઉપયોગી છે. યોગના શરૂઆતીઓએ આ આસન કરવા થોડી પ્રેક્ટીસ કવાની જરૂર રહે છે. આ આસન કરવા પેટના બાદ ઉલટા સુઈ જવું. ત્યારબાદ તમારા હાથને શરીરની બાજુમાં સમાંતર રાખવા. હવે તમારી છાતી અને પગને ધીમે ધીમે ઉચા કરવા જેથી તમારું શરીર ધનુષ્યની જેમ વક્ર સ્થિતિમાં આવી જશે. તમારા શરીરનું વજન તમારા હાથ પર ના હોવું જોઈએ. તમારા હાથ એકદમ સીધા હોવા જોઈએ.
 
7. શીર્ષાસન
આ યોગ બીજા બધા આસન કરતા થોડું અધરું છે જો તમે આ આસનથી સારી રીતે માહિતગાર હોવ તો જ આ આસન કરવા ભલામણ છે. આ આસનમાં તમારા મસ્તિસ્ક અને બને હાથના સહયોગથી તમારા શરીરનો આખો વજન ઉચકવાનો હોઈ છે. શરૂઆતમાં તમે દીવાલનો સહારો લઇ શકો છો પણ કોઈપણ સહારા વગર આ આસન કરવું શ્રેષ્ઠ છે. આ આશાનથી તમારા મસ્તિસ્કમાં રક્ત સંચાર વધે છે. આ આસનથી તણાવ દુર થાય છે.
 
8. શવાસન
આ આસનમાં તમે શરીરને જમીન પર એકદમ સીધું રાખીને સુવું, આંખો બંધ કરીને શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ આસન દરમિયાન શરીરને એકદમ હળવું રાખવું. આ સ્થિતિમાં ૧૦ મીનીટ સુધી રહેવું. આ આસન દરમિયાન ધ્યાનમાં જવાની કોશિશ કરવી.
 
.

Sandesh - Leading Gujarati Daily