Columnist  
Saturday, November 5, 2011
સમાગમનો સમય કેવી રીતે વધારશો?

કામ-વાણી - કામિની મોટવાણી

સફળ સમાગમ માટે ફોર-પ્લે, ચુંબન, વિવિધ પ્રકારનાં આસનો બધું જ અજમાવવા છતાં પણ જો તમારી પાર્ટનર સંતુષ્ટ ન થાય તો તેની પાછળનું કારણ સમાગમનો ઓછો સમય હોઈ શકે છે. સમાગમનો સમય વધારવો કંઈ અઘરું કામ નથી

તમારી સ્ત્રી પાર્ટનર જ્યારે એવી ફરિયાદ કરે છે કે તમે તેને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરી શક્તા નથી અથવા કશું બોલ્યા વિના સમાગમ કર્યા પછી તેનું વર્તન બદલાઈ જતું હોય કે નારાજગી દર્શાવતી હોય અથવા તો તમને ક્યારેય એવું લાગે છે કે તમે તમારા પાર્ટનરને સારી રીતે સંતુષ્ટ કરી શક્તા નથી, ત્યારે ઉશ્કેરાયા વિના થોડું ઠંડા દિમાગથી વિચારજો. એવું બની શકે કે વધારે લાંબા સમય સુધી સમાગમ ન કરી શકવાને કારણે આ બધી બાબતો જન્મ લેતી હોય છે. જો ખરેખર આવું હોય તો પણ તમારે તણાવમાં આવવાની જરૂર નથી. સમાગમ સાથે જોડાયેલી આ પ્રકારની સમસ્યાઓનો ઉપાય અહીં પ્રસ્તુત છે.

એવી ઘણીબધી બાબતો છે, જેનું પાલન કરીને પતિ-પત્ની સ્વસ્થ સમાગમનો અનુભવ મેળવી શકે છે. તમે તમારી પાર્ટનર સંતુષ્ટ થાય તે માટે ઘણા પ્રયત્નો કરો, પરંતુ રાત્રે તમને સફળતા ન મળે. સમાગમ શરૂ થયા પછી તરત વીર્ય સ્ખલન થઈ જાય. તેનાથી તમને તો સંતોષ મળશે, પરંતુ તમારી પાર્ટનરની સ્થિતિ સંતોષજનક નહીં હોય. સફળ સમાગમ માટે ફોર-પ્લે, ચુંબન, વિવિધ પ્રકારનાં આસનો બધું જ અજમાવવા છતાં પણ જો તમારી પાર્ટનર સંતુષ્ટ ન થાય તો તેની પાછળનું કારણ સમાગમનો ઓછો સમય હોઈ શકે છે. સમાગમનો સમય અને ઊર્જાને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે આટલી બાબતો ધ્યાનમાં રાખો.

અનુકૂળ પરિસ્થિતિઓ

સમાગમનો યોગ્ય અને સારો અનુભવ ત્યારે જ મેળવી શકાય જ્યારે પરિસ્થિતિઓ તમારી સાથે હોય. જો તમે અને તમારી પાર્ટનરની વચ્ચે કોઈ પણ પ્રકારનો તણાવ હોય, તમારા બંનેમાંથી કોઈ પણ એકનું મન શાંત ન હોય અને તમારી આસપાસનું વાતાવરણ તમારી શાંતિ ભંગ કરી રહ્યું હોય તો તમે સ્વસ્થ સમાગમ કરી શકતા નથી. તેથી સમાગમને લાંબા સમય સુધી ચલાવવા માટે સૌથી પહેલું કામ પરિસ્થિતિઓ અને વાતાવરણને અનુકૂળ બનાવવાનું છે. રાત્રિના કેટલાક કલાકો પહેલાંથી જ કોઈ પણ બાબત હોય, પરંતુ તમારી પાર્ટનરને એવી કોઈ વાત ન કહેશો જેથી તેના મનને ઠેસ પહોંચે, તેને દુઃખ થાય અથવા તમારાથી નારાજ થાય. એટલું જ નહીં, રાત થાય તે પહેલાં તમારી આસપાસના વાતાવરણમાં શાંતિ ભંગ કરે અથવા ખલેલ પહોંચાડે તેવી વસ્તુઓને અલગ કરી દો. ઘણી વાર મોબાઈલ અથવા ટેલિફોન પણ ખલેલ પહોંચાડી શકે છે, તેથી તેને રૂમમાંથી હટાવી દો. જો તમને કોઈ પણ પ્રકારનો તણાવ હોય તો તમારી પાર્ટનરની સાથે તે વાતોને શેર કરો. તેનાથી તણાવ ઓછો થાય છે.

ફોર-પ્લે

સમાગમ પહેલાં સારા અનુભવ માટે તમે ફોર-પ્લેની મદદ લેશો તો સુગમતા રહેશે. ફોર-પ્લેની શરૂઆત વાતોથી કરી શકાય છે. વાત કરતાં-કરતાં પાર્ટનરના ગાલ પર હાથ રાખો અને તેને એક ચુંબન કરો. ચુંબન કરતાં કરતાં તેને તમારા બાહોપાશમાં જકડી લો. તમારા હાથથી પાર્ટનરનાં વિવિધ અંગો પર મસાજ કરો. તેની સાથે તમે સમાગમ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકો છો અને લાંબા સમય સુધી સમાગમ કરી શકો છો.

પોઝિશન બદલો

સમાગમ દરમિયાન જો તમને એવું લાગે કે તમારી ઊર્જા સમય પહેલાં જ સમાપ્ત થઈ જવાની છે, જરા વહેલી વીર્ય સ્ખલન થઈ શકે છે તો થોડી વાર રોકાઈ જાઓ. આમ કરવાથી એવું બની શકે કે તમારી પાર્ટનર તમને જકડવાનો પ્રયત્ન કરશે. એવામાં સમાગમને લાંબા સમય સુધી ચલાવવા માટે પોઝિશન બદલવી જ યોગ્ય રહેશે. જો તમે બેસીને સમાગમ કરી રહ્યાં હો તો સૂઈ જાઓ, સૂઈને કરી રહ્યાં હો તો બેસી જાઓ. ઊલટા સૂઈ ગયા હો તો સીધા સૂઈ જાઓ વગેરે જેવી પોઝિશન બદલ્યા કરો. તમે એવી પોઝિશનમાં સમાગમ કરવાનો પ્રયત્ન કરો, જે તમે પહેલાં ક્યારેય ન અજમાવી હોય.

ધ્યાન હટાવો

સમાગમ દરમિયાન જો તમને એવું લાગે કે તમે ચરમસીમાએ પહોંચવા આવ્યા છો તો પોઝિશન બદલ્યા વગર તમારું ધ્યાન પાર્ટનર પરથી હટાવી દો. તમે એવું વિચારો કે હજુ તમારે ઘણું બધું કરવાનું છે. રાત હજુ ઘણી લાંબી છે. સમાગમ પરથી ધ્યાન હટાવીને પાર્ટનરના હોઠ પર હળવેથી બચકું ભરો, ચુંબન કરો અને મસાજ કરવો વગેરે ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ બાબતોને અનુસરીને તમે સમાગમનો સમય વધારી શકો છો.

.

Sandesh - Leading Gujarati Daily