હું લગ્ન બાળક માટે કરીશઃ સલમાન

Aug 23,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   salman khan comment    e-mail    print    
 
Viewed 7451
Rate 4.3
Rating
Read in English
Bookmark The Article
 
 

 મુંબઈ

અત્યાર સુધી મેચો મેનની જેમ દરેક વાતનો કડક શબ્દોમાં જવાબ આપતો સલમાન ખાન હવે પીગળી રહ્યો હોઈ તેવું લાગી રહ્યું છે. ૪૪ વર્ષે પણ અત્યાર સુધી લગ્નનો સ્પષ્ટપણે ઈનકાર કરતો સલમાન હવે માનવા લાગ્યો છે કે લગ્ન જરૃરી છે. સલમાન લગ્નની સાથે સાથે ફિલોસોફીની પણ વાત કરે છે. તે જાતે કબૂલ કરે છે કે આટલાં બધાં વર્ષો દરમિયાન તે ઘણું બધું અનુભવી ચૂક્યો છે જેથી જીવનના અભિગમ અંગે વિચારતો થયો છું.  લગ્ન બાળકો માટે કરીશ તેવું પણ સલમાન કહે છે.

પત્રકાર સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, મને ફ્કત મારો પરિવાર અને મિત્રો જ ગુમાવવાની બીક છે બાકી હું કોઈ વાતે ગભરાતો નથી. સલમાન હાલમાં વેજીટેરિયન પણ બની ગયો છે તેણે કહ્યું હતું કે કેટલાક વિચિત્ર કારણોસર હું વેજીટેરિયન ફૂડ આરોગું છું. મેં તો ભાત અને રોટલી  પણ છોડી દીધી છે તેમજ મસાલેદાર ભોજનથી પણ દૂર રહું છું અને બને ત્યાં સુધી ઘરનું જ ખાવ છું. પહેલા તેની પ્રેમિકાનું કોઈ નામ લે તો પણ ગુસ્સે થઈ જતો સલમાન હવે કેટરીનાનું જ્હોન અબ્રાહમ સાથે નામ જોડાયા પછી પણ હસે છે કોઈ જ પ્રતિભાવ આપતો નથી. પોતે કેવી છોકરીને પસંદ કરે છે તે વાત અંગે સલમાને કહ્યું હતું કે સાદી અને સરળ છોકરીને તે વધુ પસંદ કરે છે અને કેટરીના આવી જ છોકરી છે. એકદમ સરળ. લગ્નનો પ્રશ્નનો જવાબ આપતા સલમાને કહ્યું હતું કે વ્યકિત લગ્ન વિવિધ કારણોસર કરે છે. કોઈ પ્રેમ માટે કોઈ રોમાન્સ માટે તો કોઈ બાળકો માટે હું લગ્ન કરીશ તો બાળકો માટે જ ..

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com