અવાજનું કરિયર રેડિયો જોકી

Aug 23,2009 Home > Supplements > Career >Article
 
comment    e-mail    print    
 
Viewed 417
Rate 0
Rating
Bookmark The Article
 
 

રેડિયો ફરીથી મનોરંજનની દુનિયામાં છવાઇ ગયો છે અને આરજે એટલે કે રેડિયો જોકી આ સશક્ત માધ્યમનો સૂત્રધાર છે. તમે પણ આરજે બની શકો છો, કેવી રીતે ? આવો જાણીએ.

આજની ટેક્નોલોજીની દુનિયામાં નવી પેઢીની વચ્ચે આરજે છવાઇ ગયા છે. એફએમ રેડિયો તથા મોબાઇલ સેટમાં એફએમની સુવિધાએ રેડિયો જોકીની લોકપ્રિયતા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. એફએમ રેડિયોના વધતા ક્રેઝે યુવાનો માટે રેડિયો સાથે જોડાયેલ ઘણાં ક્ષેત્રોમાં રોજગારીના દ્વાર ખોલી દીધાં છે. આવામાં સરકારી સંસ્થાન સિવાય કેટલાય ખાનગી સંસ્થાનોએ રેડિયો જોકી તથા તેની સાથે જોડાયેલ વિષયો અંગેનો અભ્યાસક્રમ શરૃ કર્યો છે.

કોર્સ તથા યોગ્યતા

વિભિન્ન સંસ્થાનો દ્વારા રેડિયો જોકી સાથે સંકળાયેલા કેટલાય પ્રકારના કોર્સ ચલાવવામાં આવે છે. તેમાં મુખ્ય છે રેડિયો જોકિંગમાં ડિપ્લોમા તથા ર્સિટફિકેટ કોર્સ વગેરે. જોકી બનવા માટે ઓછામાં ઓછું ૧૨મું પાસ હોવું જરૃરી છે. આ સિવાય આકર્ષક વ્યક્તિત્વની સાથે - સાથે હિન્દી અને અંગ્રેજી ભાષા પર સારી પકડ તથા ગીત-સંગીત પ્રત્યે રુચિ હોવી જોઇએ. સાથે સમયની તાજી ઘટનાઓની પણ તમને જાણકારી હોવી જોઇએ.

પસંદગી પ્રક્રિયા

રેડિયો જોકી માટે આવેદન સંસ્થાના નિર્દેશાનુસાર કરવામાં આવે છે. પસંદગી પ્રક્રિયા બે સ્તરે (લેવલ) પૂર્ણ કરવામાં આવે છે. પહેલા સ્તરમાં જ્ઞાાન આધારિત પ્રશ્નો કરવામાં આવે છે અને બીજા સ્તરે સ્ક્રિન ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં થીમ તે પોતે નક્કી કરે છે, પરંતુ રોમાંચક રીતે તેને વાંચવાનું હોય છે. પસંદગી કર્યાં પછી કંપનીઓ તેમને લાઇવ ટ્રેનિંગ આપે છે, જેમાં ટેકનીકલ, ન્યૂઝ અપડેટ કરવા તથા બિંન્ધાસ્ત અંદાજમાં હિન્દી અને અંગ્રેજી મિક્સ કરીને બોલવાનું શીખવવામાં આવે છે.

અવસર

જોકી પોતાના કાર્યક્રમના માધ્યમથી શ્રોતાનો સંપર્ક કરે છે. આજકાલ રેડિયો જોકિંગ સાથે સંબંધિત સંસ્થાન આ ક્ષેત્રની માંગને અનુરૃપ યુવાઓને તૈયાર કરીને તેમના માટે અવસરો (તકો) ના દ્વાર ખોલી રહ્યાં છે. આ પ્રોફેશનમાં નામ અને પૈસા પણ છે.

રેડિયો જોકીના રૃપમાં યુવાઓ માટે મસ્તીની સાથે - સાથે કમાણીની પણ ઘણી સંભાવનાઓ છે. ટ્રેનિંગ પછી જોકીને ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦ રૃપિયાના માસિક પગારે  રાખવામાં આવે છે. અનુભવની સાથે આવક પણ વધે છે.

અગ્રણી શિક્ષણ સંસ્થાન

* મુદ્રા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, અમદાવાદ

www.mica-india.net

* ઝેવિયર્સ ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યુનિકેશન, મુંબઇ

www.xaviercomm.org

 * એકેડમી ઓફ રેડિયો મેનેજમેન્ટ, નવી દિલ્હી

www.arm.net.in

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com