હાર્પૂન મિસાઈલમાં પાકે. કરેલું પરિવર્તન જોખમી : અમેરિકા

Sep 01,2009 Home > World >Article
 
Tags:   harpoon us india pakistan comment    e-mail    print    
 
Viewed 1194
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

વૉશિંગ્ટન : તા. 1

અમેરિકા દ્વારા નિર્મિત યુદ્ધ જહાજને નિશાન બનાવનારી હાર્પૂન મિસાઈલમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર પરિવર્તનના અહેવાલોને અમેરિકાએ અત્યંત ગંભીરતાથી લીધા છે અને પાકિસ્તાન હવે પારસ્પરિક નિરીક્ષણ માટે સહેમત થઈ ગયું છે. પાકિસ્તાન દ્વારા જમીન પર હુમલા માટે હાર્પૂન મિસાઈલની ક્ષમતા વધારવાથી જ્યાં ભારત માટે જોખમ પેદા થયું છે તો બીજી તરફ ઓબામા પ્રશાસને પણ આ અહેવાલોને ધ્યાનમાં રાખતા ગંભીર આપત્તિ વ્યક્ત કરી છે.

સાર્વજનિક બાબતોના સહાયક વિદેશ મંત્રી પીજે ક્રાઉલને જ્યારે ન્યૂ યૉર્ક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમે આ બાબતને ગંભીરતાથી લીધી છે. અમે આ બાબતે પાકિસ્તાન સરકાર સાથે વાતચીત કરી છે. પાકિસ્તાન સરકાર પારસ્પરિક નિરીક્ષણ માટે એક સૌદ્ધાંતિક કરાર માટે તૈયાર થઈ ગયું છે. અખબારમાં 30 ઓગસ્ટે અહેવાલ છપાયો હતો કે એક અમેરિકી અધિકારીઓએ જણાવ્યું છે કે અમેરિકાએ પાકિસ્તાન પર જમીની હુમલાના ઉદ્દેશ્યથી જહાજને નિશાન બનાવનારી હાર્પૂન મિસાઈલની ક્ષમતા વધારવા માટે તેમાં ગેર કાયદેસર પરિવર્તન કરવાનો આક્ષેપ કર્યો છે જે ભારત માટે એક ગંભીર જોખમ છે. 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com