ભારતે પશુપતિનાથ મંદિરના ભારતીય પુજારીઓ પરના હુમલાને વખોડ્યો

Sep 05,2009 Home > National >Article
 
Tags:   india nepal pashupatinath comment    e-mail    print    
 
Viewed 370
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

બેંગલુરૂ : તા. 05

નેપાળના કાઠમંડુના જગવિખ્યાત પશુપતિનાથ મંદિરના બે ભારતીય પુજારીઓ પર માઓવાદીઓના હુમલાની ભારતે આજે શનિવારે કડકશબ્દોમાં ટીકા કરી હતી. વિદેશમંત્રી એસ એમ કૃષ્ણાએ જણાવ્યુ હતુ કે અમે માઓવાદીઓ દ્વારા પુજારીઓ પર કરવામાં આવેલા હુમલાથી દુ:ખી છીએ અને સતત નેપાળ સરકારના સંપર્કમાં છીએ.

વિદેશ પ્રધાન એસ એમ કૃષ્ણાએ જણાવ્યુ હતું કે "મંદિરની ચારેય તરફ સુરક્ષા વધી હોવાના જ્યારે હુમલાનો ભોગ બનેલા બંને પુજારીઓને જરૂરી સુરક્ષા પુરી પાડવામાં આવી હોવાના અહેવાલ અમને સાંપડી રહ્યા છે." સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ હતું કે "કાઠમંડુમાં રહેલા ભારતીય રાજદૂત રાકેશ સૂદે આ મુદ્દો નેપાળ સરકાર સમક્ષ ઉઠાવ્યો છે."

ઉલ્લેખનીય છે કે લોખંડના સળિયા વડે માઓવાદીઓના એક ટોળાએ ગઈકાલે શુક્રવારે ભારતીય પુજારીઓ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પુજારીઓના કપડા ફાડી નાખ્યા હતા અને તેમની પવિત્ર જનોઈ પણ તોડી નાખ્યા હતા. પશુપતિનાથ મંદિરમાં ફક્ત દક્ષિણ ભારતમાંથી જ પુજારી બનાવવાની 800 વર્ષ જુની પરંપરાને આધીન ગીરિશ કુમાર અને રાઘવેન્દ્ર ભટ્ટની આ મહિને જ નિમણૂક કરવામાં આવી હતી અને તેઓ કાઠમંડૂ ગયા હતા.
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com