કેટરીના કૈફ વિવેક ઓબેરોય સાથે કામ નહીં કરે

Sep 07,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   katrina kaif vivek oberoi salman khan comment    e-mail    print    
 
Viewed 2712
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ 

સલમાનની પ્રેમિકા કેટરીના કૈફ સલમાનના દુશ્મન એવા વિવેક ઓબેરોય સાથે કામ નહીં કરે. મુંબઈમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેટરીના કૈફે આ વાત સ્પષ્ટ કરી હતી. જોકે તેણે તરત ઉમેર્યું હતું કે બોલિવૂડમાં તે પોતાના નિર્ણય પોતાની મેળે જ લે છે નહીં કે સલમાન ખાનની મદદથી. સલમાન ખાન અને વિવેક ઓબેરોયને ઐશ્વર્યા રાયને લઈને વિવાદ થયો હતો. ઐશ્વર્યાએ સલમાન ખાનને છોડીને વિવેક સાથે મિત્રતા વધારી હતી આ બાદ વિવેકે પત્રકાર પરિષદમાં સલમાન પર આક્ષેપ કર્યો હતો કે, તે ધાકધમકીઓ આપી પછી મામલો ઠંડો પડી ગયો હતો. આ બાદ વિવેકે સલમાન સાથે સંબંધો સુધારવાની કોશિશ પણ કરી હતી પરંતુ સલમાન તેની સાથે મિત્રતામાં કોઈ રસ ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

કેટરીનાની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ન્યૂયોર્કને વિવેચકો અને દર્શકોએ વખાણી હતી જેથી કેટરીના કૈફ હાલમાં ખૂબ ખુશ છે પરંતુ સલમાનને આ ફિલ્મ પસંદ પડી કે નહીં તે અંગે કેટરીનાએ કોઈ જવાબ આપવાનો ઈનકાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, જો પત્રકારોને આ પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો સલમાનના સેક્રેટરીને પૂછવું જોઈએ.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com