સ્પોર્ટ્સમાં ગુજરાત બનશે નં. ૧: મોદી

Sep 16,2009 Home > Ahmedabad > Ahmedabad City >Article
 
comment    e-mail    print    
 
Viewed 3248
Rate 5.0
Rating
Bookmark The Article
 
 

ગાંધીનગર, તા.૧૫

વિશ્વમાં રમતગમત ક્ષેત્રે હવે ગુજરાતના યુવાનો ઝળકી શકે એવો મોકો મળશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ક્રિકેટ જગતમાં આગામી બે વર્ષમાં જ ગુજરાતમાં તમે વિકાસ જોઇ શકશો. ગુજરાતની યુવાશક્તિને ભારતના નિર્માણમાં અને ભારતનું ગૌરવ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને તેમાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના માધ્યમથી અન્ય રમતોનો પણ વિકાસ કરાશે. આને પગલે ગુજરાત ક્રિકેટની સાથે અન્ય રમતોમાં પણ નંબર વન બનશે.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સંભાળવાની પદાધિકારીઓની વિનંતીનો સ્વીકાર કર્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, તેઓ જીસીએનો પદભાર નહીં, પણ 'કાર્યભારલ્લ સંભાળી રહ્યા છે અને તેમના ઉપર મૂકેલા વિશ્વાસને સંપૂર્ણ સાર્થક બનાવવાનું દાયિત્વ પૂરી નિષ્ઠાથી નિભાવવા પ્રતિબધ્ધ રહેશે. ''સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એક ટીમના સાથીના રૃપમાં તેઓ જીસીએના પ્રમુખ તરીકે નવી સોચ અને નવા આયામો સાથે ગુજરાતની યુવાશક્તિને ક્રિકેટ સહિત ખેલકૂદના ક્ષેત્રો અને સંલગ્ન ગતિવિધિઓ માટેનું સામર્થ્ય પુરવાર કરવાનું વિશાળ ફલક ઊભું કરવા તત્પર  રહેશે,લ્લલ્લ તેમ તેમણે ઉમેર્યું હતું.

  • રાજ્યની અન્ય રમતોને વેગ આપવામાં મુખ્યમંત્રીની દીર્ઘદૃષ્ટિનો લાભ મળશેઃ અમિત શાહ

ક્રિકેટ એ ભારતની એક આગવી ઓળખ બની ગઇ છે, ભારતના યુવાદિલોની ધડકન બની છે ત્યારે તેના ઉદ્દીપક બનીને ગુજરાત અને ભારતના યુવાનોને કૌશલ્યવાન અને રમતગમત સહિતની વ્યવસ્થાને પ્રાણવાન બનાવવાનો તેમણે નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં ક્રિકેટ અને અન્ય રમતોમાં યુવાનો આગળ વધી શકે એવી એક બ્લ્યુ પ્રિન્ટ ટૂંક સમયમાં જાહેર કરાશે એવો નિર્દેશ આપતાં રમતગમત ક્ષેત્રે માનવસંસાધન વિકાસ માટે નવી ટેકનોલોજીનો વિનિયોગ અન્ય રમતો માટેના દ્વાર ખોલી શકશે અને વ્યવસાયિક કૌશલ્ય માટે યુવાનોને પ્રેરિત કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મોદી સાથે ઉપસ્થિત જીસીએના ઉપપ્રમુખ અમિત શાહે પત્રકારોના પ્રશ્નના ઉત્તરમાં જીસીએના પદાધિકારીઓની ઇચ્છા અને વિનંતીને સ્વીકારવા બદલ મુખ્યમંત્રીનો આભાર પ્રગટ કરતાં કહ્યું કે, મુખ્યમંત્રી સાથે લાંબા સમયથી કાર્ય કરવાનો મારો અનુભવ એવો છે કે, મુખ્યમંત્રી સમયના પાબંદા છે અને એટલે જ તેઓ રાજ્યના કારભારની સાથે જીસીએની તમામ પ્રકારની પ્રવૃત્તિમાં જરૃર સમય ફાળવશે. મોદીની દીર્ઘદૃષ્ટિ અને નિર્ણય શક્તિ ક્રિકેટ અને અન્ય રમતોને ખૂબ જ વેગ આપશે. તેનો લાભ ગુજરાતના યુવા વર્ગને મળશે. ગુજરાતના ખેલાડીઓનો અવાજ રાષ્ટ્રીય કક્ષાએ પણ સંભળાશે. ગુજરાત રમતગમત ક્ષેત્રે ટૂંક સમયમાં જ ભારતના નકશામાં અગ્રસ્થાન મેળવશે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com