સોનાનો ભાવ હવે ઔંસ દીઠ ૧૬૦૦ ડોલરે પહોંચી શકે છે

Sep 17,2009 Home > World >Article
 
Tags:   gold comment    e-mail    print    
 
Viewed 3375
Rate 2.0
Rating
Read in English
Bookmark The Article
 
 

જોહાનિસબર્ગ, તા.૧૭

સોનાના રોકાણકારો માટે સારા સમાચાર છે. આગામી ૬થી ૧૮ મહિનામાં ક્રૂડની કિંમત વધીને બેરલદીઠ ૧૦૦ ડોલરની ઉપર પહોંચી જશે તો સોનાનો ભાવ ઔંસદીઠ ૧૬૦૦ ડોલરે પહોંચી જશે. સોનાના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે ત્યારે વિશ્વના ચોથા નંબરના સોનાના ઉત્પાદક એવી દક્ષિણ આફ્રિકાની ગોલ્ડ ફિલ્ડ કંપનીએ એમ કહ્યું હતું. જોકે પછી સામાન્ય રોકાણકારો માટે સોનું ખરીદવું મુશ્કેલ બની જશે.

કેટલાક લોકોનું તો અહીં સુધી કહેવું છે કે, સોનાનો ભાવ આનાથી પણ ઉપર જઈ શકે છે. તેમનું માનવું છે કે, ૬થી ૧૮ મહિનામાં તેલની કિંમત બેરલ દીઠ ૧૦૦ ડોલર સુધી પહોંચી જશે. જો આ બાબત વાસ્તવિક સાબિત થશે તો વધુ મુશ્કેલી સોનાની ખરીદી કરનારને થશે.

  • ક્રૂડની કિંમત આગામી ૬-૧૮ મહિનામાં ૧૦૦ ડોલરે પહોંચવાની શક્યતા

સોનાના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે. ગઈકાલે ભાવ ૧૮ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. ગઈકાલે સોનાનો ભાવ ઔંસ દીઠ ૧૦૨૦ ડોલર સુધી પહોંચી ગયો હતો. ડોલર યુરો સામે નબળો પડતાં આ સ્થિતિ સર્જાઈ હતી. ક્રૂડની કિંમત હાલમાં વૈશ્વિક બજારોમાં બેરલ દીઠ ૭૨ ડોલરની આસપાસ છે. ફુગાવા સામે હેજ તરીકે સોનાનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં સોનાનો ભાવ દિવાળી સુધી પ્રતિ ૧૦ ગ્રામ ૧૮૦૦૦ સુધી પહોંચવાની આગાહી પહેલાથી જ એસોચેમ દ્વારા કરવામાં આવી ચૂકી છે.

સમગ્ર વિશ્વમાં સોનાના ભાવમાં ઉછાળા માટે અન્ય અનેક કારણો પણ જવાબદાર છે. વિશ્વના દેશોમાં મંદીના માહોલમાં સોનાને એક સુરક્ષિત સંસાધન તરીકે ગણવામાં આવે છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com