રાહુ-શનિ સાથે સૂર્ય એટલે ઉથલપાથલનો સમય હવે શરૃ

Jul 23,2008 Home > Supplements > Nakshatra >Article
 
comment    e-mail    print    
 
Viewed 3065
Rate 3.1
Rating
Bookmark The Article
 
 

કોઇ પણ અજાણી વ્યક્તિ મળે  અથવા તો તેને કોઇ કામની સોંપણી કરવાની હોય તો એક વિચાર આવે કે, આ વ્યક્તિ કેવી હશે? એક કુશળ પ્રશાસક માટે અન્ય લોકોના વ્યક્તિત્વની જાણકારી ખૂબ જ જરૃરી છે તેથી અંગ લક્ષણની જાણકારી હોય તો તે વ્યક્તિને પોતાને ત્યાં રાખતી વખતે કે તેને કામની સોંપણી કરતી વખતે સતર્ક રહી શકાય છે.

ચતુર-કુશળ વ્યક્તિ
મોટે ભાગે નાના કદની વ્યક્તિ વ્યવહારકુશળ હોય છે તથા પોતાનું કાર્ય અન્ય પાસેથી ચતુરાઈપૂર્વક કરાવી લેવામાં પ્રવીણ હોય છે. ત્રાંસી નજરે જોઈને વાત કરનારી વ્યક્તિ,  જન્મજાત બેડોળ હોય, જેની આંખો વાત કરતી વખતે ઝીણી થઈ જાય છે અથવા આંખો જ ઝીણી હોય.

જુઠ્ઠી વ્યક્તિ
નજર મેળવ્યા સિવાય વાત કરનાર,  વાત કરતી વખતે ઉપર તરફ જોતી વ્યક્તિ, આંખો ચકળવકળ ફેરવી ફેરવીને ચીપી - ચીપીને વાત કરનાર, જન્મજાત બેડોળ હોય તેના પર દિમાગ દ્વારા સફળતાપૂર્વક વિજય પ્રાપ્ત કરી ન શકાય.

વિશ્વાસઘાતી વ્યક્તિ
જેની ગરદન ન હોય, જેની છાતીમાં વાળ ન હોય.

ચર્ચા કરનારી મહિલા
જેના હાથ-પગમાં વાળ હોય, જેના આખા શરીર ઉપર વાળ હોય.

વાક્પટુ વ્યક્તિ
જેની આંખોની કીકીમાં તલ હોય, નાના કદવાળી.

સુવિચારક યા ષડયંત્રકારી
જે વ્યક્તિ વધુ ગંભીર રહેતી હોય તે એટલે સુધી કે હસવાના પ્રસંગ વખતે ફક્ત મુસ્કરાઈને કામ ચલાવી લે. આવી વ્યક્તિ સુકરાત યા બ્રુટસમાંથી એક હોઈ શકે છે.

જિદ્દી વૃત્તિ
હાથના અંગૂઠાનું સીધું હોવું

પગનો પંજો પહોળો હોય.
તારીખ ૧૬ જુલાઈ, ૦૮ થી સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ થવાથી રાહુ સૂર્યની પ્રતિયુતિ થશે જે ૧૬ ઓગસ્ટ, ૦૮ સુધી રહેશે. તા. ૧૭ ઓગસ્ટ, ૦૮થી સૂર્ય સિંહરાશિમાં શનિ સાથે યુતિ કરશે. જેની અસર ૧૬ સપ્ટેમ્બર, ૦૮ સુધી રહેશે. આ બે મહિના દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે તો સાથે સાથે કુદરતી આફતો તેમ જ રાજકારણમાં મોટી ઊથલપાથલ જોવા મળશે.

થોડા સમય પહેલા સમાચારપત્રો તેમ જ અન્ય મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, સૂર્ય અને રાહુની પ્રતિ યુતિથી કુદરતી આફતો સર્જાશે તેમ જ રાજકારણમાં મોટી પણ મોટી ઊથલપાથલ થશે. સાથે એક એવા સમાચાર પણ આવ્યા કે સૂર્ય-રાહુની પ્રતિ યુતિ થતા એક મહિના સુધીમાં રાજ્ય સહિત દેશભરમાં વરસાદના સારા યોગ છે. જો કે પૂર અને મેઘતાંડવની પણ શક્યતાઓ રહેલી છે. આ સમયગાળો દેશના રાજકારણ માટે ઘણો કપરો બનવાનાં પણ એંધાણ છે.

આ સમાચાર આવતા સ્વાભાવિકપણે લોકોમાં થોડો ડર અને ઇંતેજારી વધી કે એવું તો શું થશે? જ્યોતિષી ઉમેશ આર.ભટ્ટ સૂર્ય અને રાહુની પ્રતિયુતિ વિશે કહે છે કે, ‘અનેક રાશિઓ માટે આ એક મહિનાનો સમય કષ્ટમય સાબિત થશે. તો અમુક રાશિઓ માટે આ સમય મિશ્ર રહે તેવી શક્યતા રહેલી છે. આ સમયગાળાને જ્યોતિષશાસ્ત્ર દ્વારા સમજીએ તો તા.૧૬મીએ સૂર્ય સવારે ૮-૫૯ મિનિટે કર્ક રાશિમાં પ્રવેશ્યો હતો. કર્ક એ રાશિ જળ રાશિ છે. અત્યારે રાહુ ગોચરનો મકર રાશિમાં છે. આથી સૂર્ય-રાહુની પ્રતિ યુતિ થશે. જેના કારણે ગ્રહો મુજબ ૧૬ ઓગસ્ટ  સુધીમાં વરસાદના યોગો છે. જો કે કેટલાક સ્થળે પૂર,અતિવૃષ્ટિ અને વાવાઝોડાની પણ શક્યતા રહેલી છે .’ ગ્રહોની સ્થિતિ અનુસાર કેન્દ્રમાં સત્તાની ઊથલપાથલ જોવા મળશે, ભાજપમાં આંતરિક મતભેદો વધશે.ભાવવધારો, તોફાનો, અરાજકતા, લૂંટ ફાટ અને જાનહાનિના બનાવોની પણ સંભાવના દેખાઇ રહી છે. કુદરતી આપત્તિથી પણ મોટી જાનહાનિ થાય. હવામાનનો મિજાજ વારંવાર બદલાતો જોવા મળે. હૃદયની બીમારીવાળાને વધુ તકલીફોનો સામનો કરવો પડે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ધરતીકંપના બનાવો બને તેવી આગાહી પણ જ્યોતિષીઓએ કરી છે. ગુજરાત ઉપરાંત મુંબઇ, દિલ્હી, અમેરિકા, જાપાન, બ્રિટન, ચીન, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં કુદરતી આપત્તિઓની વકી છે.

આ બધી આફતોની સામે બજારો તેમ જ શેરબજારમાં મંદી જોવા મળશે. તા.૧૬ જુલાઇથી ૧૬ ઓગસ્ટ સુધીનો સમય મેષ, મિથુન, કર્ક, સિંહ, મકર અને ધન રાશિ માટે કષ્ટમય પુરવાર થશે. નાણાકીય, ધંધાકીય અને શારીરિક, કૌટુંબિક પ્રશ્નો ઊભા થાય. જ્યારે વૃષભ, કન્યા, વૃશ્ચિક રાશિ માટે સૂર્ય-રાહુની પ્રતિ યુતિ ખાસ તકલીફ નહીં કરે અને કુંભ, મીન, તુલા રાશિ માટે આ સમય મિશ્ર ફળ આપશે.

મેષ, મિથુન, કર્ક, સિંહ, મકર,ધન રાશિ માટે આવનારો સમય કષ્ટમય સાબિત થશે.

હવે અહીં સવાલ એ થાય કે ગ્રહોની યુતિના કારણે દેશના તમામ લોકોને કષ્ટનો સામનો કરવો પડશે. શું તેની પાછળનું કારણ એ હોઇ શકે કે ધરતી પર પાપ વધી ગયું છે? ૨૦૧૧માં થનારા પ્રલયની વાત સાંભળતા ભલભલા મોટા ગજાના માણસોને એક ક્ષણ માટે તો ઝટકો લાગ્યો કે સાચે આવું થશે તો ? વાત માત્ર આ મહિનાની જ નથી. જ્યોતિષીઓનું તો કહેવું છે આવનાર સપ્ટેમ્બર મહિનો પણ અમુક રાશિઓ માટે કપરો સાબિત થશે. જ્યોતિષી ઉમેશભાઇએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ‘‘સૂર્ય - રાહુની પ્રતિયુતિને શનિ - સૂર્યની યુતિ દરમ્યાન બજારોમાં મંદી જોવા મળશે. શેર બજારમાં પણ મંદીના પાણી ફરી વળશે. ૧૬ જુલાઈ,૦૮ થી ૧૬ ઓગસ્ટ,૦૮ સુધીનો સમય આગળ જણાવ્યું એ મુજબ કષ્ટમય છે. જેમાં જે તે રાશિઓના લોકોને નાણાકીય, ધંધાકીય તથા શારીરિક તકલીફો થઇ શકે છે. જ્યારે ૧૬ ઓગસ્ટ,૦૮ થી ૧૬ સપ્ટેમ્બર,૦૮ સુધી વૃષભ, સિંહ, કન્યા, કર્ક અને મકર રાશિ માટે આ મહિનાનો સમય અનુકૂળ નહીં રહે. એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ બે મહિનાનો સમય ગ્રહોની દૃષ્ટિએ દેશ તેમજ દુનિયા માટે કપરો પુરવાર થાય તો નવાઇ નહીં .’’

વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ યુતિની વાત કરીએ તો તે એક અલૌકિક ઘટના કહેવાય. વૈજ્ઞાનિકો માટે ગ્રહોની આ પ્રકારની યુતિઓ એક અભ્યાસનો વિષય બને છે. તો સાથે સાથે તેઓ ગ્રહોના કારણે થતા નુકસાનને સમર્થન પણ નથી આપતા.

અહીં આવા સમયોમાં યુદ્ધ શાસ્ત્રો અને વિજ્ઞાન વચ્ચે છે એમ કહી શકાય અને એટલે જ કદાચ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ વૈજ્ઞાનિકો માટે તહેવાર સમાન છે અને શાસ્ત્રો માટે તે આપત્તિ રૃપ છે. બંને વિરોધાભાસી વિચારોમાં લોકો શું કરે કે શેમાં વિશ્વાસ રાખવો તે પોતાની વિચારશક્તિ પર આધાર રાખે છે.

લોકસભામાં તા. ૨૨મી ઓગસ્ટ, ૦૮ના રોજ યુ.પી.એ.ના વડાપ્રધાન મનમોહનસિંહ અણુકરાર મુદ્દે વિશ્વાસનો મતે મેળવવાના છે. તો શું તેમને ૨૭૨ સાંસદ સભ્ય વિશ્વાસનો મત આપશે ? વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો સરકાર વિશ્વાસનો મત મેળવશે કે નહીં તે એક પ્રશ્ન સ્વરૃપે લોકોમાં રમી રહ્યો છે. તા ૧૭મી જુલાઇના દિવસે કાઢેલી પ્રશ્ન કુંડળીના ભવિષ્ય કથન અનુસાર મારા મતે તો યુ.પી.એ. સરકાર વિશ્વાસનો મત મેળવી નહીં શકે. આ વાતને ઊંડાણમાં સમજીએ. કજન્મ કુંડળી ભાવ - ૧માં મકરનો રાહુ, ભાવ - ૬માં મિથુનનો સૂર્ય - બુધ, ભાવ - ૭માં કર્કનો કેતુ - શુક્ર, ભાવ - ૮માં સિંહનો શનિ - મંગળ, ભાવ - ૧૦માં તુલાનો ચંદ્ર, ભાવ - ૧૨માં ધનનો ગુરુ (વક્રી) ભાવસ્થ છે.

કે.પી. નક્ષત્ર કસ્પ કુંડળીમાં લગ્ને મકરનો રાહુ, ભાવ - ૫ વૃષભ રાશિના અમલમાં મિથુનનો બુધ, ભાવ - ૬માં મિથુન રાશિના અમલમાં મિથુનનો સૂર્ય અને કર્કનો શુક્ર, ભાવ - ૭ કર્ક રાશિના અલમાં કર્કનો કેતુ અને સિંહનો શનિ - મંગળ, ભાવ - ૯માં તુલાનો ચંદ્ર, ભાવ - ૧૧માં વૃશ્ચિક રાશિના અમલમાં ધનનો વક્રી ગુરુ ભાવસ્થ છે. (કુંભ - સિંહ રાશિ ફલિત થાય છે). આ દરેક ભાવમાં ઉપપતિ જે - તે ભાવનું પરિણામ દર્શાવે છે. જે આ મુજબ છે. ૧) સૂર્ય, ૨) મંગળ, ૩) રાહુ, ૪) શનિ, ૫) શનિ, ૬) બુધ, ૭) ચંદ્ર, ૮) રાહુ, ૯) ચંદ્ર, ૧૦, ૧૧, ૧૨નો ઉપપતિ શનિ છે. કે.પી. નક્ષત્ર પદ્ધતિમાં ફળ કથન કસ્પકુંડળી ઉપરથી થાય છે. દરેક ભાવનું ફળ તે ભાવનો ઉપપતિ આપે છે. ભાવ ૭ વિરોધ પક્ષ ગણવો.

ભાવ - ૧૦ સત્તા, પ્રતિષ્ઠા ભાવ છે. ભાવ - ૧૦માં બાધક મંગળની રાશિ વૃશ્ચિક રશી ઉદિત થાય છે અને ભાવ - ૧૦નો ઉપપતિ શનિ ભાવ - ૭માં ભાવસ્થ છે. શનિ મદ્યા નક્ષત્રમાં (સિંહ ૧૧:૪૩:૧૭)નો છે. મદ્યા નક્ષત્રોનો સ્વામિ કેતુ ભાવ - ૭માં લગ્નેશ - બાદ્યકેશ શનિ મંગળ સાથે યુતિમાં ભાવસ્થ છે અને શનિનો ઉપનક્ષત્રપતિ બુધ ભાવ - ૬, ભાવ - ૮નો સ્વામી ભાવ - પાંચમાં ભાવ - ૬નો શનિ વિશ્વાસનો મત મળે નહીં તેવું સૂચન કરે છે અને સત્તા ત્યાગનું સૂચન કરે છે.

ભાવ - ૬ હરીફો ઉપર વિજય, લાભ ભુવનનો ઉપપતિ બુધ ભાવ - ૬,૮ નો સ્વામી ભાવ - ૫માં ભાવ - ૬ની હાનિ, વ્યય દર્શાવતો આદ્રા નક્ષત્રમાં છે. આદ્રા નક્ષત્રનો સ્વામી રાહુ ભાવ - ૧માં ભાવ - ૮ના ઉપપતિ તરીકે ભાવસ્થ છે. આમ, ભાવ - ૬નો ઉપપતિ બુધ હરીફો ઉપર વિજય દર્શાવતો નથી. પરાજય હારનું સૂચન કરે છે.  તા. ૨૨ જુલાઈ, ૦૮ દરમિયાન ગુરુ મહાદશા ગુરુ અંતરમાં મંગળનું પ્રતિ અંતર ચાલશે.

મહાદશા - અંતરદશા નાથ ગુરુ (વક્રી) છે. ગુરુ કોઇ ભાવનો ઉપપતિ નથી. ગુરુ ભાવ - ૨, ૧૨નો સ્વામિ ભાવ - ૧૧ ઇચ્છાર્પૂિત, લાભમાં ભાવસ્થ છે. ગુરુ પૂર્વાષાઢા નક્ષત્રનો છે. જેને નો સ્વામી શુક્ર ભાવ - ૫, ભાવ - ૯નો સ્વામિ ભાવ ૬માં ગુરુથી ૮મે છે. જે ગુરુને બળ પ્રદાન કરતો નથી.

તા. ૨૨ જુલાઈ,૦૮ના રોજ ગુ.ગુ.માં મંગળનું પ્રતિ અંતર ચાલશે. મકર લગ્નમાં મંગળ બાધક થઇ ભાવ - ૭માં મારક તરીકે શનિ કેતુ સાથે યુતિમાં ભાવસ્થ છે. મંગળ ભાવ - ૨નો ઉપપતિ છે અને ભાવ ૩ - ૧૦ - ૧૧નો સ્વામી છે. મંગળ મદ્યા નક્ષત્રમાં છે. જેનો સ્વામિ કેતુ છે અને ઉપનક્ષત્રસ્વામી બુધ છે. ઉપનક્ષત્રસ્વામી બુધ છે. આમ, પ્રતિઅંતર દશાનાથ મંગળ - ૭, કેતુ મે અને બુધ - ૫ (ભાવ - ૬ જીત - શત્રુ વિજય ભાવનો વ્યય)નું સૂચન કરે છે. મંગળનો ઉપસ્વામી બુધ, મંગળ - કેતુ થી ૧૧મે સરકારને હરાવવાનું સત્તા ત્યાગનું સૂચન કરે છે. આમ, કુંડળી ગ્રહો ગ્રહો - દશા - અંતર - પ્રતિઅંતરના નક્ષત્ર ઉપનક્ષત્ર યુ.પી.એ. સરકારને વિશ્વાસનો મત ના મળે તેવું સૂચન કરે છે.  

(લખ્યા તારીખ : ૧૭ જુલાઈ, ૨૦૦૮)          અશોક સોની

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com