સેન્સેક્સે 16 મહિના બાદ 17,000 ની સપાટી કૂદાવી

Sep 30,2009 Home > Business > Business News >Article
 
Tags:   bse nse sensex nifty comment    e-mail    print    
 
Viewed 744
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ : તા. 30

મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ બુધવારે શરૂઆતી વ્યાપાર સત્ર દરમિયાન 17 હજારનો મહત્વપૂર્ણ આંકડો પાર કરી ગયો હતો. સેન્સેક્સે 16 મહિનામાં પ્રથમ વખત આ સપાટી હાંસલ કરી છે.

આ પહેલા સેન્સેક્સ બુધવારે વ્યાપાર શરૂ થતા જ 15.55 ના ઉછાળા સાથે 16,868.46 પર ખુલ્યો હતો પરંતુ બાદમાં તેમાં તેજી આવી ગઈ અને તે 17 હજારના મનોવૈજ્ઞાનિક સ્તરથી આગળ પહોંચી ગયો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો 50 શેરો પર આધારિત સૂચકાંક નિફ્ટી પણ 0.80 પોઈન્ટની તેજી સાથે 5,007.65 પર ખુલ્યો અને સવારે 11 વાગ્યેને 50 મિનિટે 49.6 ના ઉછાળા સાથે 5,056 પર જ્યારે સેન્સેક્સ 194.4 ના ઉછાળા સાથે 17,047 પર વ્યાપાર કરી રહ્યો હતો.  

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com