કોન્ડમના ચિન્હ પર ચૂંટણી લડવા દેવાની ઉમેદવારની માંગણી

Oct 01,2009 Home > National >Article
 
Tags:   condom comment    e-mail    print    
 
Viewed 1690
Rate 3.0
Rating
Read in English
Bookmark The Article
 
 

ચંડીગઢ : તા. 01

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના મડધમ વાગી રહ્યા છે તેવામાં અપક્ષના ઉમેદવાર આનંદ પ્રકાશ શર્માની વિચિત માંગણીએ ચૂંટણીપંચને અવઢવમાં મુકી દીધુ છે. આનંદ પ્રકાશ શર્માએ ચૂંટણી ચિન્હ તરીકે તેમને કોન્ડોમ પર ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગણી કરી છે.

આનંદ પ્રકાશ શર્માએ વણા વર્ષો સુધી સેક્સ વર્કરો અને એડ્સ જાગરૂતિ માટે સક્રિય કામગીરી અદા કરી છે તેવામાં તેમના સમર્થકોએ આનંદ શર્માની આ માંગણી યોગ્ય ઠેરવી છે. જો કે પોલ પેનલે આ મુદ્દે પોતાનો અલગ જ મત વ્યક્ત કર્યો છે. જ્યારે ચૂંટણીપંચ આનંદ પ્રકાશ શર્માને કોઈ બીજુ ચિન્હ પસંદ કરીને તેના પર ચૂંટણી લડવાની વાત મનાવવામાં લાગી ગયુ છે. કરનાલના એસડીએમ અને રિટર્નિંગ ઓફિસર મુકેશ આહૂજાએતો શર્માની માંગણી વિષે કહ્યું છે કે એઓ આ વાતમાં કઈ જ જાણતા નથી તેમને આ બાબતની જાણ મીડિયા દ્વારા થવા પામી છે અને કેવુ ચૂંટણી ચિન્હ આપવુ તે ચૂંટણી પંચનુ કામ છે.
આમ છતા આનંદ પ્રકાશ શર્મા પોતાની માંગણી પર અડગ છે. આનંદ શર્માએ જણાવ્યુ છે કે "તે રિટર્નિંગ ઓફિસર સાથે ગત બે મહિનાથી સંપર્કમાં છે. શરૂઆતમા ચૂંટણી ચિન્હની યાદીમાં કોન્ડમનુ ચિન્હ પણ રાખવાની શક્યતા વિષે મને જણાવવામાં આવ્યુ હતુ."

45 વર્ષિય શર્મા મૂળ તો લેખક છે પરંતુ હવે તેઓ રાજકારણમાં ઝંપલાવવા માંગે છે. તેમણે આરોપ લગાવ્યો છે કે "સરકાર એડ્સની જાગૃતિના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે પરંતુ હજી સુધીમાં કોન્ડમને ચૂંટણી ચિન્હ તરીકે શામેલ કરી શકી નથી."
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com