નેહરુની ભૂમિકા ઈરફાન ખાન ભજવશે ?

Oct 07,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   irrfan khan indian summer jawaharlal nehru comment    e-mail    print    
 
Viewed 1511
Rate 5.0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ 

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર બની રહેલી મહત્ત્વકાંક્ષી ફિલ્મમાં નેહરુની ભૂમિકા ભજવવામાં ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા ઈરફાન ખાનનું નામ સૌથી આગળ છે. ' ઈન્ડિયન સમર' નામની આ ફિલ્મમાં માઉન્ટ બેટનની પત્ની એડવિનાની ભૂમિકા કેટ બ્લેનચેટ ભજવવાની છે.

નેહરુ અને એડવિના વચ્ચેના પ્રેમપ્રકરણને ખોટું સ્વરૃપ ન અપાઈ જાય તે માટે ભારતીય સરકાર ખૂબ સતર્કતા રાખી રહી છે. ભારત સરકારના અધિકારીઓએ અત્યારે ખૂબ કાળજીપૂર્વક સ્ક્રીપ્ટ વાંચ્યા બાદ ફિલ્મને મંજૂરી આપી છે. મળેલા અહેવાલ મુજબ સરકારે કેટલાક બનાવો દૂર કર્યા છે જેમાં નેહરુ અને એડવિના વચ્ચેની કિસ અને તેમના બેડરૃમના દૃશ્યનો સમાવેશ થાય છે. ફિલ્મમાં માઉન્ટબેટનની ભૂમિકા જાણીતા અભિનેતા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતા હ્યુજ ગ્રાન્ટ ભજવશે. આ એલેક્સ વોનના પૂસ્તક 'ઈન્ડિયન સમર ધ સિક્રેટ હિસ્ટ્રી ઓફ ધ એન્ડ ઓફ એન એમ્પાયર' પરથી બની રહી છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com