પૂરપીડિતો માટે એક કરોડ આપનારનું ઘર પૂરમાં તણાયું

Oct 07,2009 Home > National >Article
 
Tags:   venkatesh rayalaseema karnataka flood comment    e-mail    print    
 
Viewed 2173
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

કુર્નૂલ, તા. ૭

કોંગ્રેસના વિધાનસભ્ય અને મોટા ઉદ્યોગપતિ ટીજી વેંકટેશે મુખ્યમંત્રી રાહતનિધિમાં એક રોડ રૃપિયા દાન કર્યા હતા. આજે તેઓ પોતે દાનમાં મળેલાં વસ્ત્રો પહેરે છે. તેમનું ઘર તાજેતરના પૂરમાં તણાઈ ગયું હતું. વેંકટેશ રાયલસીમાના સૌથી મોટા ઉદ્યોગપતિ કહેવાય છે. તેમનું ઘર તણાઈ જતાં તેઓ કુર્નૂલની એક હોટલમાં રહીને પૂરરાહતની કામગીરી પર નજર રાખી રહ્યા છે.

  • ઉદ્યોગપતિ તથા વિધાનસભ્ય વેંકટેશનું ઘર, હોટલ, હોસ્પિટલ પાણીમાં ડૂબી ગયાં
  • પહેરેલે કપડે ઘર છોડી આવનાર વેંકટેશ મિત્રના દાન કરેલાં વસ્ત્રો પહેરીને રાહતકામમાં વ્યસ્ત

વેંકટેશનું ઘર પાંચ એકરમાં પથરાયેલું હતું. કુર્નૂલના નરસિંગરાવપેટના સમૃદ્ધ કહેવાતા વિસ્તારના  સાંકલબાગખાતેના આ મહાલયમાં તેની ટેરેસથી દસ ફૂટ ઊંચે નદીના ધસમસતાં પાણી વહેતાં હતાં. બીજી આક્ટોબરના દિવસે તેમણે તાત્કાલિક પોતાના પરિવાર સાથે ઘર છોડવું પડયું હતું. તેઓ કશું પણ લીધા વિના ઘરમાંથી નીકળી ગયા હતા. તુંગભદ્રા અને હાન્દ્રિ નદીઓના કિનારે તેમની એક હોસ્પિટલ અને એક થ્રીસ્ટારહોટલ પણ છે. આ બધી જ ઈમારતો હાલ કાદવમાં ગરકાવ છે અને તેમાં રહી શકાય તેમ નથી.

વેંકટેશ કહે છે કે, માત્ર મારા ઘરની વાત નથી આખું શહેર કાદવિયા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જે વિનાશ વેરાયો છે તે અસહ્ય છે. સમગ્ર શહેરમાં ગોઠણસમાણા કાદવ પથરાયેલા છે. ઘરનાં ર્ફિનચર, વાહનો, અનાજ કપડાં કશું જ બચ્યું નથી. બધું પૂરમાં તણાઈ ગયું છે અથવા નાશ પામ્યું છે. હું પોતે મારા મિત્રએ આપેલાં વસ્ત્રો પહેરીને કામ કરી રહ્યો છું. દરેક ઘરમાં ચાર ટ્રક ભરાય તેટલો કાદવ ભરાઈ ગયો છે. સરકારે ઘેર ઘેર જઈને અનાજ અને કપડાં તાત્કાલિક આપવા પડશે.

શહેરની ઈમારતો પૂરના પાણીમાં દસ-પંદર ફૂટ ઊંડે ડૂબી જાય તેટલું પૂરનું પાણી હતું. હવે બધે કાદવનો થર પથરાયેલો છે અને સડેલી ગંધાતી ચીજવસ્તુઓ છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com