ગોધરામાં રાષ્ટ્રિય કક્ષાની શાળાકીય ટેબલ ટેનિસ સ્પર્ધાનો થયેલો પ્રારંભ

Oct 08,2009 Home > Baroda > Panchmahal-Dahod >Article
 
comment    e-mail    print    
 
Viewed 62
Rate 0
Rating
Bookmark The Article
 
 

ગોધરા, તા. ૮  

ગોધરા ખાતે સૌ પ્રથમ વાર આયોજિત ૫૫ મી ભારતીય શાળાકીય  ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ ૨૦૦૯ નો ધ્વજ લહેરાવીને રાજયના  સામાજિક ન્યાય અધિકારીતા, યુવક સેવા અને સંસ્કૃતિક  પ્રવૃતિઓ તથા રમત ગમત વિભાગના મંત્રી વાઘેલાએ શુભારંભ  કરાવ્યો હતો.

  ગોધરા ખાતે નવ નિર્મિત વિશાળ રમત ગમત સંકુલ (સ્પોર્ટ  કોમ્પલેક્ષ) માં તા. ૮/૧૦/૨૦૦૯ થ ીતા. ૧૩/૧૦/૨૦૦૯ સુધી  યોજાનાર આ રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-  ૨૦૦૯ માં અંડર- ૧૪, અંડર- ૧૭ અને અંડર- ૧૯ વય જુથના  ભાઇઓ- બહેનો માટેની અલગ અલગ સ્પર્ધાઓ યોજાશે.  

આ સ્પર્ધામાં ભાગ લેનાર ગુજરાત ઉપરાંત જમ્મુ- કાશ્મીર,  દિલ્હી, આંધ્રપ્રદશ, કેરાલા, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન,  ઉતરાંચલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, મણીપુર, પંજાબ  છતીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગોવા, ચંદીગઢ, ઉતરપ્રદેશ,  ત્રિપરુ, કેન્દ્ર શાસિક પ્રદેશ પાંડેસરી સહિત ત્રણ વિદ્યાલયોની  ટીમોના ૭૫ રમતવીરોએ માર્ચ પાસ્ટ કરી ખેલદિલીની ભાવાન  અને વિવિધતામાં એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો. 

 પ્રાસંગિક ઉદ્બોધનમાં મંત્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યુ હતું કે  બાળકોના પ્રાસંગિક વિકાસમાં રમતગમતનું ખૂબજ મહત્વ રહ્યુ છે.  રમતગમત થકી જ બાળકોમાં ખેલદિલી, ભાઇચારો, સાહસિકતા  અને રાષ્ટ્રભાવના જેવા ઉમદા ગુણો વિકસે છે.   સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રતિ વર્ષે રાષ્ટ્રીય  કક્ષાની શાળાકી સ્પર્ધાઓ વિવિધ રાયોમાન યોજવામાં આવે છે. તે  રીતે અખિલ ભારતીય શાળાકીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું  યજમાનપદ ગુજરાત રાજયના ગોધરાને મળ્યુ છે તે ગૌરવપૂર્ણ  બાબત છે તેમ જણાવી મંત્રી વાઘેલાએ જણાવ્યુ હતું કે રમતગમત  પ્રવૃતિને ઉતેજન આપી રમતવીરોને પ્રોત્સાહન પુરુ પાડવા સમગ્ર  ભારતમાં ગુજરાત જ એક એવુ રાજય છે કે જે રાષ્ટ્રીય કક્ષાની  શાળાકીય સ્પર્ધાઓના તમામ ેલાડીઓને મેડલ્સ, પ્રમાણપત્ર અને  રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરે છે ટેબલ ટેનિસ  ટુર્નામેન્ટમાં વિવિધ વય જુથની સ્પર્ધાઓમાં વિજેતા થનાર કુલ  મળી ૧૮૦ ખેલાડીઓને ચંદ્રક આપવામાં આવશે. 

 રમતગમત ક્ષેત્રના વિકાસ માટેનો અભિગમ ધરાવતી ગુજરાત  સરકારે રૃ. ૩૨ કરોડના ખર્ચે રાજયના ૧૧ જિલ્લામાં અદ્યતન  રમતગમત પ્રશિક્ષણ કેન્દ્રોનું નિર્માણ કર્યુ છે તેનો ઉલ્લેખ કરી  મંત્રીશ્રીઓ ખેલાડીઓને પ્રોત્સાહન પુરુ પાડવા માટેની સ્પોર્ટસ  હોસ્ટેલ, ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન શકિત દૂત યોજના,  એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ, જયદિપસિંહજી અવેોર્ડ  વગેરે યોજનાઓ અમલમાં મુકી હોવાનું ઉમેર્યુ હતું.  

આ પ્રસંગે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ એમ. એમ.  પઠાણે સ્વાગત પ્રવચન કર્યુ હતું.   પ્રારંભમાં ટુનામેન્ટના ટુર્નામેન્ટના આયોજનનો હેતુ સમજાવતા  જિલ્લા કલેકટર અને લોકલ ઓર્ગેનાઇઝીંગ કમિટીના ચેરમેન  મિલિન્દ તોરવણેએ જણાવ્યુ હતું કે આ ટુર્નામેન્ટથી વિવિધ  રાજયોના રમતવીરોને ભારતની વિવિધતાના દર્શનની સાથે  ગુજરાતની ભાગીગળ સંસ્કૃતિનો પરિચય મળશે અને ગુજરાતનું  આતિથ્ય માણવાનો અવસર મળી રહેશે.  

ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટના પ્રારંભે સરકારીચ પોલીટેકનીક  કોલેજની બાળાઓએ સ્વાગત નૃત્ય તથા હાલોલના કલરવ  કલાવંૃદ દ્વારા ગુજરાતનો ગરબો તથા આદિવાસી લોકનૃત્ય રજૂ  કરી ભારતના વિવિધ રાજયોના રમતવીરોને ગુજરાતના  સાંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. 

 આ સમારંભમાં નગરપાલિકાના પ્રમુખ મુરલી મુલચંદાણી, રમત  ગમત વિભાગના નાયબ સચિવ મુકેશ શાહ, ઇન્ચાર્જ જિલ્લા  વિકાસ અધિકારી અશોક શર્મા, વહીવટદાર શ્રીમતી પ્રફુલાબેન,  ફેડરેશનના પ્રતિનિધિ શાહ સહિત વિવિધ સમિતિઓના સભ્યો  અને કન્વીનરો, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તરફથી  વિવિધ રમતગમતોના સિનીયર કોચશ્રીઓ તથા ગોધરા શહેરના  રમતપ્રેમીઓ નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com