ઓબામા વ્હાઈટ હાઉસમાં દિવાળી ઊજવનાર સૌપ્રથમ પ્રમુખ

Oct 11,2009 Home > World >Article
 
Tags:   barack obama diwali white house comment    e-mail    print    
 
Viewed 7348
Rate 5.0
Rating
Read in English
Bookmark The Article
 
 

વોશિંગ્ટન, તા.૧૧

એશિયન અમેરિકન સમાજ તરફથી વ્હાઈટ હાઉસમાં યોજવામાં આવેલ દિવાળીની ઉજવણીમાં પ્રમુખ બરાક ઓબામા પણ ભાગ લેશે. ઓબામાએ સજાતીય સમાજને ખાતરી આપતાં સોગંદ ખાધા હતા કે તેઓ સજાતીય ભેદભાવ દૂર કરી દેશે.

દિવાળીની ઉજવણી અંગે વ્હાઈટ હાઉસ તરફથી જણાવાયું હતું કે પૂર્વ રૃમમાં યોજાયેલ દીવડાઓના ઉત્સવમાં પ્રમુખ જાતે ભાગ લેશે. વ્હાઈટ હાઉસમાં જ્યોર્જ બુશે દીપાવલીની ઉજવણીની શરૃઆત કરી હતી પરંતુ તેમણે જાતે કદિ તેમાં હાજરી આપી ન હતી. ઓબામા એ દિશામાં નવો ચીલો ચિતરશે.

  • કોઈ અમેરિકન પ્રમુખે દિવાળીની ઉજવણીમાં જાતે ભાગ લીધો નથી

શનિવારે સજાતીય લોકોની વિરાટ રેલીની પૂર્વસંધ્યાએ પ્રવચન આપતાં અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ સજાતીય સંબંધોના ટેકેદારો સમક્ષ શપથ લીધા હતા કે, તેઓ તેમના માટે લડશે અને લશ્કરમાંથી સજાતીયો સામેના પ્રતિબંધો દૂર કરશે. સજાતીય સંબંધોની તરફેણ કરતા જૂથ 'માનવાધિકાર ઝુંબેશ' દ્વારા યોજાયેલા ડિનરમાં ભાગ લેતાં ઓબામાએ આ જાહેરાત કરીને તથા ' આ મારું વચન છે' કહ્યું ત્યારે તાળીઓના ગડગડાટ સાથે બધાએ ઊભા થઈને તેમનું સન્માન કર્યું હતું.

  • ઓબામાએ સજાતીયો સામેના પ્રતિબંધ દૂર કરવા પણ શપથ લીધા

    હાલ લશ્કરમાં સજાતીય સબંધો વિષે 'કોઈને પૂછવું નહીં, કોઈને કહેવું નહીં'ની નીતિ ચાલી રહી છે. ઓબામાએ વચન આપ્યું છે કે, આ નીતિ દૂર કરશે. સજાતીયો પોતાની જાતીયતા જાહેર કરી શકે તેવી સ્વતંત્રતા આપશે. સજાતીય સંબંધોના તરફેણ કરનારાઓ સજાતીય લગ્નોની છૂટ પણ માગી રહ્યા છે. ઓબામાએ સજાતીયો સામેના પ્રતિબંધો દૂર કરવાનું વચન આપ્યા પછી ખુલાસો કર્યો હતો કે તેમાં તમે ધારો છો તેથી વધુ સમય લાગશે. કારણ કે હાલ તો દેશને આર્થિક મંદીના સંકટમાંથી બહાર લાવવાનું અને આરોગ્ય પદ્ધતિમાં ધરમૂળથી સુધારો કરવાનું ભગીરથ કામ તાતી જરૃરિયાતનું છે પરંતુ વિશ્વાસ રાખજો મેં આપેલું વચન જરૃર પૂરું થશે. સજાતીયો સામે કોઈ જાતનો પૂર્વગ્રહ કે ભેદભાવ રહેશે નહીં.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com