ધર્મેન્દ્ર એશાના પિતાના રોલમાં દેખાશે

Oct 21,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   dharendra esha comment    e-mail    print    
 
Viewed 2902
Rate 5.0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઇ

બીજી નવેમ્બરે એશા દેઓલના જન્મદિને લોન્ચ થનારી તેની કમબેક ફિલ્મ ટેલ મી ઓ ખુદામાં હેમામાલિની તેની માતા બની છે જ્યારે તેના પિતાના રોલમાં પણ ધર્મેન્દ્ર જ જોવા મળે તેવી પ્રબળ શક્યતા છે.

ટેલ મી ઓ ખુદાહોલિવૂડની હિટ ફિલ્મ મમ્મા મિયાથી પ્રેરિત હોવાનું કહેવાય છે અને એશાના પિતાના રોલ માટે હેમાની પહેલી પસંદ તેના જૂના મિત્ર અને સાથી અમિતાભ બચ્ચન હતા પરંતુ દિગ્દર્શક મયુર પુરીએ આ ફિલ્મ માટે બિગ બીનો સંપર્ક કર્યો ત્યારે પોતે નવી ફિલ્મો સાઇન કરી રહ્યા નથી, તેવું જણાવી તેમણે ઓફરનો વિનમ્રપણે અસ્વીકાર કર્યો હતો.

છેવટે હેમાએ પતિ ધર્મેન્દ્રની મદદ માંગી છે અને ધરમજી આ પ્રોજેક્ટ માટે હા કહેવાની તૈયારીમાં હોવાનું મનાય છે. તેમ થયું તો ધર્મેન્દ્ર-હેમા ૨૮ વર્ષ બાદ સાથે જોવા મળશે. છેલ્લે બન્ને ૧૯૮૧માં આવેલી ફિલ્મ આસપાસમાં સાથે દેખાયાં હતાં. ધર્મેન્દ્ર-હેમાની જોડીએ ૧૯૭૦ અને ૮૦ના દાયકા દરમિયાન ૪૨ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને તેમાંથી મોટા ભાગની ફિલ્મો સુપરહિટ રહી હતી.

બીજી નવેમ્બરે ટેલ મી ઓ ખુદાનું મુહૂર્ત થયા બાદ તુર્કીમાં શૂટિંગ શરૃ થશે. ફિલ્મના અન્ય કલાકારોમાં રિશી કપૂર, સંજય દત્ત અને તેરે સંગફેઇમ રૃસલાન મુમતાઝનો સમાવેશ થાય છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com