લોહાણા પરિવારના મકાનમાંથી રૃ. અઢી લાખની મતા ચોરાઇ

Oct 22,2009 Home > Rajkot > Rajkot City >Article
 
comment    e-mail    print    
 
Viewed 72
Rate 0
Rating
Bookmark The Article
 
 

રાજકોટ,તા.૨૧

શહેરમાં તસ્કરોએ રૈયા ચોકડી નજીક આવેલા યોગીનગરમાં લોહાણા પરિવારના મકાનમાંથી રૃ.૨.૪૮ લાખની મતા ચોરી નવા વર્ષની બોણી કરી હતી. પરા બજારમાં એક સાથે બે દુકાનને અને કાલાવડ રોડ પર બંધ મકાનને નિશાન બનાવી હતી. શક્તિનગરમાં વણિક પરિવાર માઉન્ટ આબુ ફરવા ગયો હતો અને નેપાળી ચોકીદાર રૃ.૬૫ હજારની મતાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

રૈયા ચોકડી પાસે આવેલા યોગીનગરમાં રહેતા અને રૈયા રોડ પર મુરલીધર સેનેટરીનો ધંધો કરતા મેહુલભાઇ રસિકભાઇ રાયઠઠ્ઠાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૃ.૨.૪૮ લાખની મતાનો હાથફેરો કરી ગયાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

મેહુલભાઇ લોહાણા દિવાળીની રજામાં પરિવાર સાથે વેરાવળ વતનમાં ગયા હતા અને ત્યાંથી જૂનાગઢ સસરાને ઘરે આટો દેવા ગયા તે દરમિયાન બંધ રહેલા મકાનના નકુચા તસ્કરોએ તોડી કબાટમાંથી રૃ.૧૦ હજાર રોકડા, લેપટોપ, કમ્પ્યુટર, વોકમેન અને સોના-ચાંદીના ઘરેણા મળી રૃ.૨.૪૮ લાખની મતા ચોરી ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

 જ્યારે પ્રહલાદ પ્લોટમાં રહેતા પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડના નજીકના સગા જયપ્રકાશભાઇ કાનાભાઇ કાનગડની પરા બજારમાં આવેલી દુકાનનું શટર તોડી તસ્કરોએ રૃ.૫ હજાર રોકડા અને ચેક બુક ચોરી ગયા હતા જ્યારે તેમની દુકાનમાં બાકોરૃ કરી બાજુમાં કિર્તીભાઇ વાલજીભાઇની દુકાનમાં ઘુસી તેમાથી પણ રૃ.૫ હજાર રોકડા ચોરી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જ્યારે કાલાવડ રોડ પર આવેલા શક્તિનગરમાં શાકુંતલ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર ૧૦૭માં રહેતા દિવ્યેશ નગીનભાઇ સંઘવી ગત તા.૧૭મીએ પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા ગયા તે દરમિયાન બંધ રહેલા ફલેટમાંથી એપાર્ટમેન્ટનો ચોકીદાર મનોજ નેપાળી ફલેટની બારીમાંથી પ્રવેશ કરી કબાટમાંથી રૃ૨૪ હજાર રોકડા અને સોના-ચાંદીના ઘરેણા મળી રૃ.૬૫ હજારની મતા ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

રવેશમાં પાઈપ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો

રાજકોટ, તા.ર૧ : ૧૫૦ ફૂટ રીંગ રોડ પર માધવ રેસિડેન્સી નજીક કૈલાશપાર્ક-૧માં આવેલા વૃજપેલેસ કોમ્પલેક્ષમાં રહેતી ઉષાબેન શૈલેષભાઈ રાઠોડ (ઉ.વ.૨૪)નામની પ્રજાપતિ પરિણીતાએ બેસતા વર્ષના દિવસે જ પતિ, સાસુ, સસરાના ત્રાસથી ફલેટની દાદરો  ચઢવાની  સીડીના  રવેશના ભાગે પાઈપમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો બનાવ માલવીયાનગર પોલીસ મથકે નોંધાયો છે. પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ ગાંધીગ્રામમાં ન્યુ.મહાવીર સોસાયટી-૧માં રહેતા મેઘજીભાઈ મંડોરાની પુત્રી ઉષાના પાંચ વર્ષ પૂર્વે દ્વારકાના ભાટીયાના વતની અને અત્રે રહેતા અને બાંધકામનો વ્યવસાય ધરાવતાં પ્રજાપતિ યુવક શૈલેષ સાથે થયા હતા દંપતિ વચ્ચે  ખટરાગ થતાં  પતિ અંદર રૃમમાં હતો ત્યારે પરિણીતાએ ફલેટનો  મુખ્ય દરવાજો બહારથી બંધ કરી દઈ કોમ્પ્લેક્ષમાં રવેશમાં પાઈપ સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મૃતક  પરિણીતાના ભાઈ અશ્વિને પતિ શૈલેષ, સાસુ કસ્તુરબેન સસરા અરજણભાઈ સામે આપઘાતની ફરજ પાડયાનો  ગુનો નોંધાવતા ફોજદાર પી.કે. ચૌધરીએ તપાસ હાથ ધરી છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com