રૃબી કાંડનો સૂત્રધાર જયંતિ જેલમાં મોબાઈલ પર વાત કરતાં ઝડપાયો

Oct 24,2009 Home > Baroda > Baroda City >Article
 
comment    e-mail    print    
 
Viewed 643
Rate 0
Rating
Bookmark The Article
 
 

વડોદરા,તા. ૨૩

વડોદરાના બે સગાભાઈઓ સહિત કુલ ત્રણ નિર્દોષ યુવકોનો ભોગ લેનાર લોહિયાળ રૃબી કાંડનો સૂત્રધાર જયંતિ પટેલિયા ગઈકાલે રાતે સેન્ટ્રલ જેલના યાર્ડમાં મોબાઈલ ફોન પર વાત કરતાં ઝડપાયો હતો. કાચા કામના કેદી જયંતિની તલાશી લેતાં  મોબાઈલ ફોન, બે બેટરી તથા ચાર્જર મળી આવ્યાં હતાં. જેલસત્તાવાળાઓ દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે રાવપુરા પોલીસે ૭૧ નંબરના કેદી જયંતિ લાખા પટેલિયા વિરૃધ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૬ મહિના દરમિયાન વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ૫૦ થી વધુ મોબાઈલ ફોન મળી આવ્યાં છે. મોબાઈલ ફોન કેદીઓ પાસે કેવી રીતે પહાંચ્યા તે બાબત જેલની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ સર્જે છે.

કરોડો રૃપિયાનો રૃબી ડાયમંડ હાંસલ કરવાની લાલસામાં થોડાક વર્ષો પહેલાં વડોદરાના ૩ યુવકોને પંચમહાલ જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં નિર્દયતા પૂર્વક મોતને ઘાટ ઉતારીને જંગલમાં જ દફનાવી દેવામાં આવ્યા હતા. નિર્દોષ યુવકો ગૂમ થયા છે તેવી ફરિયાદથી શરૃ થયેલી તપાસમાં લોહિયાળ રૃબી કાંડ સામે આવ્યો હતો.

આ ગુનાના મુખ્ય સૂત્રધાર જયંતિ પટેલિયા તેની પ્રેયસી જયોતિ, રાજસ્થાનના એક ધર્મગુરૃ સહિત કુલ ૧૨ થી વધુ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.સૂત્રધાર જયંતિ પટેલિયા કાચા કામના કેદી તરીકે જેલમાં છે. જયંતિ પટેલિયા ગઈકાલે રાતે વડોદરા સેન્ટ્રલ જેલ યાર્ડ નંબર ૧૦ની ચાલીમાં મોબાઈલ ફોન પર વાત કરતો હતો ત્યારે વોર્ડર કેદીએ સુરક્ષા જવાનને બોલાવ્યો હતો. કાચા કામના કેદી જયંતિની જડતી દરમિયાન એક મોબાઈલ ફોન, સીમકાર્ડ, બે બેટરી, ચાર્જર વિગેરે મળી આવ્યાં હતાં.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com