સોમવારથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થશે

Oct 24,2009 Home > Business > Business News >Article
 
Tags:   petrol diesel comment    e-mail    print    
 
Viewed 2086
Rate 5.0
Rating
Read in English
Bookmark The Article
 
 

નવી દિલ્હી : તા. 24

સરકાર સોમવારે પેટ્રોલ તથા ડિઝલની કિંમતોમાં વધારો કરે તેમ નિશ્ચિત મનાઈ રહ્યું છે. આના માટે સરકાર તરફથી ડિલરોને અપાતા કમિશનમાં વધારો જવાબદાર છે. આ કમિશન પ્રતિ કિલોલિટર પેટ્રોલ પર 1028 થી વધારીને 1098 રૂપિયા અને પ્રતિ કિલોલિટર ડિઝલ પર 630થી વધારીને 670 રૂપિયા કરવામાં આવ્યુ છે. તેથી પેટ્રોલ 7 પૈસા અને ડિઝલ 4 પૈસા મોંઘુ થઈ શકે છે.

ડિલરોના કમિશનમાં વધારાની સાથો સાથ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં સતત તેજી ચાલી રહી છે. તેનાથી દેશની સાર્વજનિક તેલ માર્કેટિંગ કંપનીઓ પર પણ તેનો માર પડી રહ્યો છે. અને સરકાર આ બોઝો હવે ગ્રાહકો પર ઝિંકવા માંગે છે.

ડોલરની સરખામણીમાં રૂપિયામાં મજબુતી સરકારની સાથો સાથ કંપનીઓને પણ કેટલીક હદ સુધી રાહત જરૂરથી મળી છે પરંતુ જો વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં તેજીનું વલણ યથાવત રહ્યું તો ભારત સરકાર માટે પેટ્રોલિયમના હાલના ભાવો યથાવત રાખવા વધારે સમય સુધી શક્ય નહીં બને.

પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર એ વાત નિશ્ચિત છે કે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારો થવો નક્કિ છે પરંતુ આ વધારો એક થી દોઢ રૂપિયાથી વધારેનો હોય તેવી શક્યતા ખુબ જ ઓછી છે. તેની સાથો સાથ આ વખતે ઘરઘથ્થુ એલપીજી સિલિંડરના ભાવમાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે જેને ગત વખતે મૌકુફ રાખવામાં આવ્યો હતો.
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com