ભારતીયોને પાક.ની મુલાકાત ન લેવા સરકારની સલાહ

Oct 27,2009 Home > National >Article
 
Tags:   pakistan india comment    e-mail    print    
 
Viewed 777
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

નવી દિલ્હી : તા. 27

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી રોજ થઈ રહેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરીને ભારતીય શ્રદ્ધાળુઓને હાલ પુરતી પાકિસ્તાનની મુલાકાત ન લેવા જણાવ્યુ છે.

આ સુચનામાં જણાવવામાં આવ્યુ છે કે સરકારની સલાહ છે કે ભારતના શ્રદ્ધાળુઓએ પાકિસ્તાનની કથળતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની મુલાકાત ન કરવી જોઈએ. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી હુમલાઓ તેજ થઈ ગયા છે અને તેમાંના મોટાભાગના હુમલાઓ ધાર્મિકસ્થળોની આસપાસ જ થઈ રહ્યાં છે.

ગૃહમંત્રાલયે ભારતીય નાગરિકોને ત્યાં સુધી પાકિસ્તાનની મુલાકાત ન લેવાની સલાહ આપી છે જ્યાં સુધી ત્યાં સુરક્ષાની સ્થિતિમાં સુધાર ન જણાય. પાકિસ્તાનમાં હાલમાં જ ઘણા બધા આતંકાવદી હુમલા થયા છે અને તેમાં અસંખ્ય નિર્દોષ લોકો માર્યા ગયા છે. તાલિબાને રાવલપિંડીએ સૈન્યના મુખ્ય હેડક્વાર્ટર પર અને કામરામાં એક પરમાણુ સંયંત્ર જેવા મહત્વપૂર્ણ સ્થાનની નજીક પણ આતંકવાદી હુમલા કર્યા છે. આ હુમલામાં આ ચાલુ મહિને જ 190 થી પણ વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે.
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com