વડોદરા શહેરમાં પેટ્રોલના ભાવમાં ૯ પૈસા અને ડીઝલમાં ૫ પૈસાનો વધારો

Oct 28,2009 Home > Baroda > Baroda City >Article
 
comment    e-mail    print    
 
Viewed 171
Rate 0
Rating
Bookmark The Article
 
 

વડોદરા,તા.૨૭

કેન્દ્રના પેટ્રોલિયમ વિભાગ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ડિલરોને આપવામાં આવતા કમિશનમાં વધારો કરાતાં આજે મધરાતથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો અમલી બન્યો છે. હવે પેટ્રોલમાં ૧ લિટરે ૯ પૈસા વધીને ભાવ રૃ.૪૭.૪૮ થયો છે.જે અત્યાર સુધી રૃ.૪૭.૩૯ હતો.જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરે ૫ પૈસાનો વધારો થયો છે.નવો ભાવ રૃ.૩૬.૬૭ થયો છે. જે અત્યાર સુધી રૃ.૩૬.૬૨ પૈસા હતો.

કેન્દ્ર સરકારે ડિલરોના કમિશનમાં પેટ્રોલમાં પ્રતિ લિટર ૭ પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટર ૪ પૈસાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.જો કે ડિલરોએ આ ભાવ વધારાની સાથે સાથે વેટ તથા બીજા કરવેરાની ગણતરી કરીને પેટ્રોલમાં લિટરે ૯ પૈસા અને ડીઝલમાં ૫ પૈસા વધાર્યા હોવાનું જિલ્લા પુરવઠો તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

પેટ્રોલનો નવો ભાવ રૃ.૪૭.૪૮ અને ડીઝલનો ભાવ રૃ.૩૬.૬૭

ઓઇલ કંપની દ્વારા ડિલરોની લાયસન્સ ફીમાં કરાયેલો વધારો

જુદી જુદી ઓઇલ કંપનીઓના ભાવમાં લિટર દીઠ ૧ થી ૨ પૈસાનો તફાવત હોવાનું જાણવા મળે છે.ઓઇલ કંપનીઓ દ્વારા વસૂલાતા ભાવના પગલે આ તફાવત આવતો હોવાનું જાણવા મળે છે.દરમિયાનમાં ઓઇલ કંપનીઓ દ્વારા પણ તેમના ડિલરો પાસેથી લેવાતી લાયસન્સ ફીમાં વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.એક ઓઇલ કંપની દ્વારા કંપની સાઇટ હોય તો પ્રતિ કિલો લિટર દીઠ લાયસન્સ ફીમાં રૃ.૪નો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.કંપની સાઇટના ડિલર પાસેથી અત્યાર સુધી ડીઝલમાં પ્રતિ ૧કિલો લિટરે રૃ.૩૬ લાયસન્સ ફી લેવામાં આવતી હતી તે વધારીને હવે રૃ.૪૦ કરાઇ છે.જ્યારે પેટ્રોલમાં પ્રતિ કિલો લિટર રૃ.૪૩ લાયસન્સ ફી હતી તે વધારીને રૃ.૪૭ કરાઇ છે.જ્યારે ડિલર સાઇટ હોય તો  પ્રતિ કિલો લિટરે પેટ્રોલમાં રૃ.૧૩ થી વધારીને રૃ.૧૭ અને ડીઝલમાં રૃ.૧૧ના રૃ.૧૫ ફી કરાઇ છે.

શહેરમાં જુના અને નવા ભાવ

 

  જૂનો ભાવ

        નવોભાવ

પેટ્રોલ

  રૃ.૪૭.૩૯

       રૃ.૪૭.૪૮

ડીઝલ

  રૃ.૩૬.૬૨

       રૃ.૩૬.૬૭

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com