હવે NRIs બોલીવુડની ફિલ્મો ઓનલાઈન મફત જોઈ શકશે

Nov 02,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   free bollywood movies free movies nri bigflix bollywood comment    e-mail    print    
 
Viewed 18573
Rate 5.0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ  : તા. 2

વિદેશમાં રહેતા ભારતીયો હવે અનિલ અંબાણીની વેબસાઈટ બિગ ફ્લિક્સ પર કોઈ પણ ચાર્જ વિના ફિલ્મો નિહાળી શકશે. ભારતીયો સહિત લગભગ સિત્તેર લાખ એશિયનોને પણ આ લાભ મળશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિગ ફ્લિક્સ અને હુલુ ડોટ કોમ વચ્ચે સમજૂતી મુજબ બોલીવુડની સિલેક્ટેડ ફિલ્મો બિન નિવાસી ભારતીય અને એશિયનો હુલુ ડોટ કોમ પર મફત જોઈશે અને દર્શકો પાસેથી કોઈ ચાર્જ વસુલવામાં નહીં આવે. બિગ ફ્લિક્સ પર લગભગ બોલીવુડની 550 ફિલ્મો ઓનલાઈન ફ્રી માં નિહાળી શકાશે.

બિગ ફ્લિક્સ મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે હુલુ ડોટ કોમ પર અમેરિકાના સૌથી વધુ લોકો વિઝિટ કરે છે. કંપની માત્ર ઈંટરનેટ પર ફિલ્મ નિહાળવા દરમિયાન રજૂ કરવામાં આવતી જાહેરાતોમાંથી મળતા નાણા જ લેશે અને બિન નિવાસી ભારતીયો અને એશિયનોને મફતમાં ફિલ્મો નિહાળવાનો મોકો આપશે.

 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com