હું ખૂબ જ સ્વાર્થી, મહત્ત્વાકાંક્ષી છું : રણબીર કપૂર

Nov 02,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   ranbir kapoor comment    e-mail    print    
 
Viewed 2136
Rate 1.0
Rating
Read in English
Bookmark The Article
 
 

નવી દિલ્હી

'વેક અપ સિડ'માં દમદાર અભિનય માટે વિવેચકોની વાહવાહી મેળવી ચૂકેલો અને આ શુક્રવારે રિલીઝ થનારી 'અજબ પ્રેમ કી ગજબ કહાની'ને પ્રેક્ષકો કેવો પ્રતિસાદ આપે છે તેની આતુરતાથી વાટ જોઇ રહેલો રણબીર કપૂર પોતાને 'સ્વાર્થી અને મહત્ત્વાકાંક્ષી' ગણાવે છે.

બોલીવૂડમાં કપૂર ખાનદાનનો ૭૫ વર્ષથી દબદબો હોવા છતાં રણબીર એમ પણ જણાવે છે કે બોલીવૂડમાં તે ડિઝનીલેન્ડમાં આવેલા બાળક જેવો અહેસાસ કરી રહ્યો છે.

૨૭ વર્ષીય રણબીરે જણાવ્યું હતું કે પોતાના સપનાં સાકાર કરવા તેણે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે અને તે માત્ર એક્ટિંગ પૂરતો સીમિત રહેવાના બદલે દાદા રાજ કપૂરની જેમ ફિલ્મનિર્માણના દરેક પાસા પર હાથ અજમાવવા ઇચ્છે છે.

"હું ઘણો સ્વાર્થી અને મહત્ત્વાકાંક્ષી છું. મારી પાસે આજે જે કંઇ છે તે હું હાંસલ કરવા ઇચ્છું છું તેના ૧૦ ટકા પણ નથી. મને જે કંઇ પણ સફળતા મળી છે કે મળશે તે મારા માટે ક્યારેય પૂરતી નહીં હોય, કેમ કે મારા સપનાં પુષ્કળ છે. મારી ભલે ત્રણ જ ફિલ્મો આવી હોય પણ હું જન્મ્યો તે દિવસથી ઇન્ડસ્ટ્રીમાં છું. એક્ટર બનવા માટે મેં ૨૪ વર્ષ રાહ જોઇ છે."

રણબીરની આગામી ફિલ્મ 'અજબ પ્રેમ કી ગજબ કહાની' રાજકુમાર સંતોષી દ્વારા દિર્ગ્દિશત છે. સંતોષીએ ૧૯૯૪માં આવેલી કલ્ટ-ક્લાસિક કોમેડી 'અંદાજ અપના અપના' બાદ વર્ષો પછી ફરી એક વાર કોમેડી પર હાથ અજમાવ્યો છે. 'અજબ પ્રેમ કી ગજબ કહાની'માં રણબીરે એક ખ્રિસ્તી યુવતી (કેટરીના કૈફ)ના પ્રેમમાં પડતા મનમોજી યુવક પ્રેમશંકર શર્માનો રોલ કર્યો છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com