કિંગ ખાને ફેમિલી-ફ્રેન્ડ્સ સાથે પ્રાઇવેટ પાર્ટીમાં બર્થ-ડે સેલિબ્રેટ કર્યો

Nov 02,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   shah rukh khan star birthday bollywood comment    e-mail    print    
 
Viewed 3011
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઇ, તા.૨

બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાને આજે પત્ની ગૌરી, પુત્ર આર્યન, પુત્રી સુહાના અને કરણ જોહર સહિતના નજીકના મિત્રોની હાજરીમાં ૪૪મો બર્થ-ડે ઊજવ્યો હતો. શાહરુખે રાત્રે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે પ્રાઇવેટ પાર્ટીમાં બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો.

કિંગ ખાન શુક્રવાર સુધી લંડનમાં હતો અને રવિવારે રાત્રે ૧૨ના ટકોરે તેનો બર્થ-ડે શરૃ થાય તેના ગણતરીના કલાકો પૂર્વે જ મુંબઇ પહોંચ્યો હતો. જોકે, અહીં તેના 'મન્નત' બંગલાની બહાર તો ત્યારથી જ સેલિબ્રેશનનો માહોલ જામી ગયો હતો. રવિવારે રાતથી જ શાહરુખના પ્રશંસકો તેના બંગલાની બહાર મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા.

  • 'મન્નત' બંગલાની બહાર ઊભેલો એકેય પ્રશંસક કેક ખાધા વગર પાછો ન ફરે તે માટે ૨૪ કેક પણ કાપી

હકીકતમાં શાહરુખની બર્થ-ડે પાર્ટીના હોસ્ટ તેની પત્ની ગૌરી ખાન અને બેસ્ટ ફ્રેન્ડ કરણ જોહર હતાં. પાર્ટીમાં શાહરુખના નિકટના મિત્રો જુહી અને જય મહેતા, રિતિક અને સુઝાન રોશન, સંજય અને મહીપ કપૂર, ચંકી અને ભાવના પાન્ડે, કાજલ આનંદ, અર્જુન અને મહેર રામપાલ તથા સૈફ-કરીના હાજર રહ્યાં હતાં.

કિંગ ખાને 'મન્નત'ની બહાર તેની એક ઝલક મેળવવા ટોળે વળેલા પ્રશંસકોને પણ વેવ કર્યું હતું અને ૨૪ કેક કાપી હતી. પોતાના બર્થ-ડે પર તેનો એકેય પ્રશંસક કેક ખાધા વગર પાછો ન ફરે તે માટે શાહરુખ છેલ્લાં કેટલાંક વર્ષોથી ૨૪ કેક જ કાપે છે.

  • શાહરુખની બર્થ-ડે પાર્ટીમાં જુહી ચાવલા, રિતિક-સુઝાન, સૈફ-કરીના, અર્જુન રામપાલ સહિતનાં સ્ટાર્સ હાજર રહ્યાં

દરમિયાન, ગઇ કાલે શાહરુખે દિલ્હી હાફ મેરેથોનમાં હાજરી આપી હતી ત્યારે ઇજાને કારણે તેમાં ભાગ ન લઇ શકવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, "ઇન્શાલ્લાહ, અગલી બાર મૈં ઝરૃર દૌડુંગા. દિલ્હીવાસીઓને વહેલી સવારે તરોતાજા ચહેરે દોડતા જોઇને ઘણો આનંદ થયો. આ ઇવેન્ટને યાદગાર બનાવવા બદલ હું તેમનો આભાર માનું છું. આવા કાર્યક્રમો બાળકો માટે પણ મહત્ત્વના છે, કેમ કે સ્પોર્ટ્સ એ આપણે તેમને આપી શકીએ તેવી શ્રેષ્ઠ બાબત છે."

"સલમાન ખાનને એક ઇન્ટરવ્યૂ મેં આપકી તારીફ કી હૈ, આપ ક્યા કહેંગે?" તેવો સવાલ એક પત્રકારે પૂછયો ત્યારે કિંગ ખાને વહેલી સવારમાં પણ પોતાની સારી હ્યુમરનો વધુ એક વખત પરિચય આપતાં ઉત્તર વાળ્યો હતો કે, "પ્લીઝ આપ ઐસે સવાલ મુઝસે ના પૂછા કરેં, મૈં શરમિંદા હો જાતા હૂં."

પોતે કોમનવેલ્થ ગેમ્સના ખેલાડીઓને કઇ રીતે પ્રોત્સાહિત કરશે તેવા સવાલના જવાબમાં કિંગ ખાને કહ્યું હતું કે, "મારી પાસે સિક્સ પેક એબ્સ તો છે જ. હવે હું એઇટ પેક એબ્સ બોડી બનાવીશ." 

  • શાહરુખ-સલમાન લંડન-મુંબઇ ફ્લાઇટમાં ૯ કલાક સાથે હોવા છતાં અબોલા યથાવત્

શાહરુખ અને સલમાન શનિવારે લંડનથી મુંબઇની ફ્લાઇટમાં ૯ કલાક સુધી સાથે હોવા છતાં એકબીજાની ઉપેક્ષા કરવામાં સફળ રહ્યા હતા. બન્ને વચ્ચે ગયા વર્ષે કેટરીના કૈફની બર્થ-ડે પાર્ટીમાં ઝઘડો થયા બાદ આ ત્રીજી વાર એવું બન્યું હતું કે બન્ને કલાકારો આમનેસામને થયા હોય. જોકે, આ વખતે તો તેઓ પૂરા ૯ કલાક એક જ વિમાનમાં સાથે મુસાફરી કરી રહ્યા હોવા છતાં બન્ને વચ્ચે હાય-હેલો પણ ન થતાં બન્નેના મનમાં એકબીજા માટે કેટલી નફરત ભરી હશે તે સમજી શકાય તેમ છે.

આ અગાઉ બન્નેએ ગત વર્ષે અમૃતા અરોરાના લગ્નમાં સંગીતની રસમ વખતે અને આ વર્ષે પ્રોડયુસર રમેશ તૌરાનીની મેરેજ એનિવર્સરી પાર્ટીમાં એકબીજાની ઉપેક્ષા કરી હતી.

શાહરુખ કોઇ કામથી બ્રિટનમાં હતો જ્યારે સલમાન તેની લેટેસ્ટ ફિલ્મ 'લંડન ડ્રીમ્સ'ને પ્રમોટ કરવા ત્યાં ગયો હતો. કિંગ ખાન એકલો હતો જ્યારે સલમાનની સાથે તેનો ભાઇ સોહેલ પણ હતો. સોહેલને અને તેની પત્ની સીમાને શાહરુખ-ગૌરી સાથે સારા સંબંધો હોઇ શાહરુખને જોઇ સોહેલ તેને મળવા ગયો હતો અને થોડી વાતચીત કર્યા પછી સલમાન પાસે પાછો આવી ગયો હતો.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com