ભારતમાં 26/11 જેવા હુમલા થઈ શકે : જનરલ દીપક કપૂર

Nov 03,2009 Home > National >Article
 
Tags:   26/11 mumbai attacks deepak kapoor comment    e-mail    print    
 
Viewed 1401
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

નવી દિલ્હી : તા. 3

લશ્કર પ્રમુખ જનરલ દીપક કપૂરે મુંબઈ પર થયેલા 26/11 જેવા આતંકવાદી હુમલા ફરી થશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે ભારતે આવા કોઈ પણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા પગલા પણ ભર્યા છે.

લશ્કરના એક સમારંભમાં જનલર કપૂરે કહ્યું હતું કે મુંબઈ જેવા હુમલા રોકવા માટે બધા જરૂરી ઉપાયો કરવામાં આવ્યા છે. આવા હુમલા ભવિષ્યમાં થઈ શકે છે. તાજેતરમાં આતંકી હુમલા સંબંધી અહેવાલ જાહેર થવા વિશેના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે દક્ષિણ એશિયા ક્ષેત્ર આતંકી સંગઠનોથી ભર્યું પડ્યું છે. તે પછી ભલે ભારત હોય અફઘાનિસ્તાન કે પાકિસ્તાન.

તેમણે કહ્યું હતું કે આપણે એકજૂથ થઈને આવા હુમલાનો સામનો કરવો પડશે. તાજેતરમાં પાકિસ્તાન આતંકવાદી હુમલાનો શિકાર હોવાનો ઉલ્લેખ કરતાં જનરલ કપૂરે કહ્યું હતું કે સુરક્ષા મંત્રી એ.કે.એન્ટની અને ગૃહમંત્રી પી.ચિદમ્બરમને આવા જોખમ પ્રત્યે સચેત રહેવા કહેવામાં આવ્યુ છે. 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com