ઐશ્વર્યાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા કેટરિનાનો સાફ ઈન્કાર

Nov 03,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   katrna kaif aishwarya rai salman khan bollywood comment    e-mail    print    
 
Viewed 2695
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ, તા.3 નવેમ્બર

કેટરિના અને સલમાનની જોડીને લઈને અવારનવાર મીડિયામાં ચર્ચા થતી રહે છે. પરંતુ આ વખતે કેટરિના અને સલમાનની નહીં પરંતુ કેટ અને સલ્લુની એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યાની વાત છે. વાત કરીએ તો ફિલ્મ કેટરિનાની રણબીર કપૂર સાથેની આગામી ફિલ્મ અજબ પ્રેમ કી ગજબ કહાનીના શૂટિંગના એક કોર્સ દરમ્યાન મહેબુબ સ્ટુડિયોમાં રિપોર્ટર દ્વારા ઐશ્વર્યાના 7 નવેમ્બરના આગામી બર્થ-ડેની શુભેચ્છા પાઠવવા માટે એક વિડીયો ક્લીપ લેવાની હતી. રણબીરે ઉત્સાહભેર ઐશ્વર્યાને કેમેરા સમક્ષ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જ્યારે આની માટે જ કેટરિનાને પૂછવામાં આવ્યું ત્યારે કેટરિનાએ એકદમ સાફ ઈન્કાર કરી દેતાં કહ્યું હતું કે રણબીરે પાઠવેલી શુભેચ્છાઓ પૂરતી છે. આ પરથી ખ્યાલ આવી શકે છે સલ્લુ મિંયાની એક્સ ગર્લફ્રેન્ડ સાથે સીધા મોઢે વાત કરવાની તો દૂર પરંતુ ઓન કેમેરા જન્મદિવસની શુભેચ્છા પાઠવીને તખલ્લુસ કરવાનું પણ કેટને ગમતું નથી.

ઈન્ટરવ્યુ પૂરૂ થતાં જ કેટરિના ગુસ્સાથી ભરાયેલા ચહેરે પોતાની વેનીટિ વાનમાં જતી રહી હતી અને લગભગ 45 મિનિટ સુધી બહાર આવી ન હતી. આ જોતાં કહી શકાય કે કેટ મેડમને એટલો ગુસ્સો આવ્યો હતો કે તેમને ઠંડા પડવા માટે આટલો બધો સમય લાગ્યો હશે.

આ જોતાં લાગે છે કે બોલીવુડ રંગ કેટરિનાને પૂરેપૂરો ચઢી રહ્યો છે કારણકે કેટ શીખી ગઈ છે કે બોલીવુડમાં સફળ થવા માટે મિત્રો અને દુશ્મનો સાથે ક્યારે અને કેવાં વ્યવહારો કરવા જોઈએ.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com