‘ઈડિયટ’ સ્ટુપિડ નથી હોતા : આમિર ખાન

Nov 06,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   3 idiots aamir khan comment    e-mail    print    
 
Viewed 1571
Rate 5.0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ : તા. 6

બોલીવુડ અભિનેતા આમિર ખાનનું કહેવું છે કે ઈડિયટ (મૂર્ખ) સ્ટુપિડ (બુદ્ધિહીન) નથી હોતા. ઈડિયટ એક સામાન્ય વ્યક્તિ છે પરંતુ કેટલાક નિર્ણયોને કારણે તે અલગ પડે છે.

પોતાની આગામી ફિલ્મ '3ઈડિટ્સ' નું પ્રથમ ગીત પ્રમોટ કરવાના પ્રસંગે આમિર ખાને કહ્યું હતું કે ઈડિયટ એક સામાન્ય વ્યક્તિની જેમ વિચારે છે પરંતુ કેટલીક વખત તે સાબિત કરવા માંગે છે કે તેનામાં બધા કરતાં વધારે બુદ્ધિ છે. પરંતુ તેઓ બુદ્ધીહીન (સ્ટુપિડ) નથી.

આમીરની આ ફિલ્મમાં કુલ પાંચ ગીત છે જેમાંથી 'જબ લાઈફ હો આઉટ ઓફ કન્ટ્રોલ, ઓલ ઈઝ વેલ' નું ગુરૂવારે પ્રમોશન કરવામાં આવ્યું હતું. '3 ઈડિયટ્સ' માં આમિર ખાન, સંતોષ જોશી અને આર.માધવન એન્જીનિયરિંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી છે. જ્યારે કરીના કપૂર અને બોમન ઈરાનીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને કાજોલ ખાસ મહેમાનનાં રૂપમાં નજર આવશે. આ ફિલ્મનું શૂટિંગ આઈઆઈએમ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ફિલ્મ લેખક ચેતન ભગતના પુસ્તક 'સમવન ફાઈવ પોઈન્ટ' પર આધારિત છે. 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com