મુંબઈ તા. 4
બૉલીવુડ અભિનેતા ઈમરાન હાશમીનું કહેવું છે કે લોકોએ હંમેશા તેને નીચુ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તેમને આશા છે કે આગામી ફિલ્મ 'તુમ મિલે' થી નવા રૂપમાં નજર આવશે.
30 વર્ષના ઈમરાને કહ્યું હતું કે હું જે પ્રકારના ઉદ્યોગમાં છું ત્યા પ્રત્યેક રચનાત્મક વ્યક્તિ કોઈ કલાકારના કામના વિષયમાં પોતાનો નિર્ણય આપે છે. એક ફિલ્મ કર્યા બાદ હું વિચારુ છું કે મેં સારો અભિનય કર્યો પરંતુ અન્ય લોકો તેને કંઈક અલગ સમજે છે.
એક મુલાકાત દરમિયાન ઈમરાને કહ્યું હતું કે ફિલ્મ ફુટપાથથી લઈને મર્ડર, ઝહર, ગેંગસ્ટર અને રાજ ધ મિસ્ટ્રી સુધી લોકોએ મને નીચું દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ 'તુમ મિલે' માં અભિનયથી હું પોતાને શ્રેષ્ઠ સાબિત કરી શકીશ. આ પહેલા મેં કોઈ પણ ફિલ્મમાં સંપૂર્ણ રીતે રિમેન્ટિક ભૂમિકા ભજવી નથી.
