પ્રકાશ ઝા અમિતાભને લઈને ‘આરક્ષણ’ બનાવશે

Nov 06,2009 Home > Entertainment > Bollywood News >Article
 
Tags:   prakash jha big b amitabh bachchan aarakshan comment    e-mail    print    
 
Viewed 363
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

મુંબઈ

જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને બિહારના રાજકારણ પર ફિલ્મો બનાવીને પ્રસિદ્ધ થનાર પ્રકાશ ઝા હાલમાં તેમની ફિલ્મ રાજનીતિના અંતિમ તબક્કાના પ્રોડક્શનમાં પડયા છે. ત્યારે હવે તેમણે નવી ફિલ્મ અમિતાભ બચ્ચન સાથે બનાવવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષથી મધ્યપ્રદેશના સુંદર શહેર ભોપાલમાં થશે.

પ્રકાશ ઝાએ કહ્યું હતું કે, " ભોપાલ એક સુંદર સ્થળ છે. અહીંના લોકો પણ ખૂબ જ મિલનસાર છે. જેથી મેં અમિતાભ બચ્ચન સાથેની આગામી ફિલ્મ આરક્ષણનું શૂટિંગ અહીં જ કરવાનું નક્કી કર્યું છે. " તેમણે કહ્યું હતું કે, કોઈ પણ ફિલ્મ બનાવવા માટે તેઓ ખૂબ રિસર્ચ કરે છે ત્યાર બાદ જ ફિલ્મ બનાવે છે. ગંગાજલફિલ્મ બનાવતા પ્રકાશ ઝાને આઠથી નવ વર્ષ થયાં હતાં  જ્યારે રાજનીતિને છ વર્ષ થયાં છે.આરક્ષણફિલ્મ મંડળ કમિશનની ભલામણો પર બની રહી છે. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ આ અંગે વિચારી રહ્યા હતા. રાજનીતિ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થઈ રહી છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com