જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

Nov 10,2009 Home > Ahmedabad > Gandhinagar >Article
 
comment    e-mail    print    
 
Viewed 27
Rate 0
Rating
Bookmark The Article
 
 

ગાંધીનગર, મંગળવાર

જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તા. ૧૭મી મંગળવારના રોજ સેકટર-૨૩ સ્વામિનારાયણ ગુરુકુલ હાઈસ્કુલ ખાતે યોજાશે. આ સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે. જેથી સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ૭થી ૧૩ વર્ષના બાળકોએ તા. ૧૩મી પહેલા પ્રવેશપત્રો સેકટર-૩૦, ગ-૧ ટાઈપ, બ્લોક નં. ૧૯૦/૧ ખાતે મેળવી લેવા આયોજકોએ જણાવ્યું છે.જિલ્લા રમતગમત અધિકારી ડો. અશોક રાવલે જણાવ્યું છે કે જિલ્લા રમતગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ તબક્કામાં યોજાનાર આ સ્પર્ધામાં ૭થી ૧૩ વર્ષના રાજ્યના કોઈપણ વિસ્તારના બાળકો ભાગ લઈ શકશે.આ સ્પર્ધા અ-વિભાગમાં ૭થી ૧૦ વર્ષમાં, બ-વિભાગમાં ૧૦થી ૧૩ વર્ષના અને ખુલ્લા વિભાગમાં ૭થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સાહિત્ય વિભાગમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, દોહા-છંદ, ચોપાઈ, લોકવાર્તા જ્યારે કલા વિભાગમાં સર્જનાત્મક કામગીરી, ચિત્રકલા, સાંસ્કૃતિક વિભાગમાં લગ્નગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય, લોકગીત, ભજન, સમુહગીત, શૌર્યગીત, લોકનૃત્ય જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com