યુરોપ બહારના માઇગ્રેન્ટ્સને બ્રિટનમાં પ્રવેશવા પર પ્રતિબંધની શક્યતા

Nov 12,2009 Home > World >Article
 
Tags:   uk gordon brown comment    e-mail    print    
 
Viewed 6077
Rate 5.0
Rating
Read in English
Bookmark The Article
 
 

લંડન, તા. ૧૨

બ્રિટનમાં ઇમિગ્રેશન સામે લાલ આંખ કરતાં અને તેના નિયમો કડક બનાવવાના પગલાંના ભાગરૃપે બ્રિટિશ વડાપ્રધાન ગોર્ડન બ્રાઉને આજે યુરોપની બહારના ડોક્ટરો અને અન્ય વ્યવસાયિકોનો બ્રિટનમાં પ્રવેશ પર નિયંત્રણ મૂક્યો છે. આ પગલાંથી હજારો ભારતીયોને અસર થાય તેવી શક્યતા છે.

  • વડાપ્રધાન બ્રાઉને ઇમિગ્રેશન નિયમો કડક બનાવવાની જાહેરાત કરી

શ્રમ મંત્રાલયની ઇમિગ્રેશન નીતિમાં એક મોટા ફેરફારનો સંકેત આપતાં વડાપ્રધાને માઇગ્રેશનના પ્રમાણમાં થઇ રહેલાં વધારાને અંકુશમાં રાખવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે બ્રિટનમાં ક્યો માઇગ્રેન્ટ્સ કામ કરી શકે છે તે નક્કી કરવા માટે તેમની સરકાર પોઇન્ટ આધારિત સિસ્ટમ પર અંકુશ મૂકવા આયોજન કરી રહી છે.

ઇમિગ્રેશન અંગે એક મહત્ત્વની સ્પીચ આપતાં તેમણે કહ્યું હતું કે, ઇમિગ્રેશનના પ્રમાણમાં ઘટાડો કરવા માટે નવી પોઇન્ટ્સ સિસ્ટમ પર અંકુશ એક સારો ઉપાય છે અને તે આગામી થોડાક મહિનાઓ સુધી ચાલુ રહેશે.

જોકે સાથે સાથે તેઓ એ બાબત પણ કબૂલ છે કે ઇમિગ્રેશન દેશ માટે "આર્િથક, સામાજિક અને સાંસ્કૃતિક તાકાત"નો એક સ્ત્રોત રહ્યો છે. યુરોપીય પંચ સિવાયના નાગરિકોને તેમના કૌશલ્યને આધારે ગ્રેડિંગ આપતી પોઇન્ટ આધારિત સિસ્ટમ દાખલ કરીને બ્રિટનમાં નાગરિકોના પ્રવેશને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે તે સિસ્ટમને વધુ કડક બનાવવામાં આવશે.

તેની નીતિમાં એક મહત્ત્વના ફેરફાર તરીકે બ્રાઉન હવે એવી જાહેરાત કરવાના હોવાનું મનાય છે કે હવે યુરોપીય પંચના નહિ હોય તેવા કન્સલ્ટન્ટ્સ, સિવિલ એન્જિનિયર્સ, એરક્રાફ્ટ એન્જિનિયર્સ અને શિપ ઓફિસર્સ માટે બારણાં બંધ કરી દેવામાં આવ્યા છે તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

બ્રાઉને જણાવ્યું હતું કે, "હું જાણું છું કે ઇમિગ્રેશનને કારણે તેમના પગારમાં ઘટાડો થશે અને તેમના બાળકોની નોકરીની તકો સામે પ્રશ્નાર્થ ઊભો થશે તેવી તેમને ચિંતા છે. તેઓ એ બાબતથી પણ ચિંતિત છે કે તેમના કુુટુંબ માટે એક સારું ઘર મળી રહેશે કે કેમ ?

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com