કલોંજી એ માત્ર રસોઈનો સ્વાદ વધારતો મસાલો નથી, પરંતુ ઔષધીય ગુણોથી ભરપૂર એક કુદરતી ખાદ્ય પદાર્થ પણ છે. તો ચાલો ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ પાસેથી જાણીએ કલોંજીના સ્વાસ્થ્ય વર્ધક ફાયદા અને તેનો ઉપયોગ કરવાની સાચી રીત. સામાન્ય રીતે કલોંજીનો ઉપયોગ વઘારથી લઈને અથાણાંમાં સ્વાદ વધારવા માટે થાય છે. તેની સુગંધ વાનગીનો સ્વાદ ઘણો વધારી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આ નાનો મસાલો તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે? ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉ. શુભમ વાત્સ્યએ એક વિડિયો શેર કરીને જણાવ્યું છે કે, કલોંજીના બીજમાં 'થાઈમોક્વિનોન' (Thymoquinone) નામનું પાવરફુલ બાયોએક્ટિવ કમ્પાઉન્ડ હોય છે, જે તેના એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને ઈમ્યુનોમોડ્યુલેટરી ગુણો માટે જાણીતું છે. આવી સ્થિતિમાં જો કલોંજીનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. શરીરનો સોજો કંટ્રોલ કરે છે: શરીરમાં અંદરનો સોજો ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. કલોંજીના એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ, સોજો અને ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડે છે, જેનાથી પાચન અને મેટાબોલિક કાર્યપ્રણાલીમાં સુધારો થાય છે. બ્લડ સુગર અને બેડ કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે: ડૉ. શુભમ વાત્સ્યના જણાવ્યા અનુસાર, કલોંજીથી ફાસ્ટિંગ બ્લડ સુગર, HbA1c, બેડ કોલેસ્ટ્રોલ (LDL), ટ્રાઈગ્લિસરાઈડ્સ અને લિવર એન્ઝાઇમ્સમાં સુધારો થાય છે. ખાસ કરીને તે ડાયાબિટીસ, ફેટી લિવર અને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે. વજન ઘટાડવામાં મદદરૂપ: જો તમારું વજન વધેલું હોય તો તેને કંટ્રોલ કરવા માટે કલોંજીનું સેવન કરી શકો છો. તેમાં રહેલા તત્વો મેટાબોલિઝમને ઝડપી બનાવે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પાચન અને ગટ હેલ્થ (Gut Health) સુધારે છે: કલોંજી પેટ અને પાચનતંત્ર માટે પણ વરદાનરૂપ છે. તેમાં રહેલું થાઈમોક્વિનોન ગેસ, બ્લોટિંગ (પેટ ફૂલવું) અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. કેવી રીતે કરવો કલોંજીનો ઉપયોગ? કલોંજીનો ઉપયોગ કરતા પહેલા તેને હળવી શેકી (Roast) લો.શેકવાથી તેના કુદરતી તેલ એક્ટિવ થઈ જાય છે, જેથી તેની સુગંધ અને ઔષધીય ગુણો બંને વધી જાય છે.તેનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. અડધી ચમચી શેકેલી કલોંજીને તમે સલાડ, દાળ કે શાકમાં ઉમેરીને ખાઈ શકો છો. (Disclaimer): આ લેખમાં આપવામાં આવેલી ટિપ્સ અને સલાહ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈપણ પ્રકારનો ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા, ડાયટમાં ફેરફાર કરતા પહેલા કે સ્વાસ્થ્ય સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. આ પણ વાંચો: Lebano: ટ્રમ્પ અને લેબનાનના રાષ્ટ્રપતિ વચ્ચે બેઠક, ઇઝરાયેલ સાથે શાંતિ પુનઃસ્થાપિત કરવા કવાયત