સમાજ સુધારણા માટે પાટીદારોએ જ પહેલ કરી !

Nov 13,2009 Home > Ahmedabad > Mehsana >Article
 
Tags:   umiya mataji festival comment    e-mail    print    
 
Viewed 202
Rate 4.5
Rating
Bookmark The Article
 
 

શ્રી ઉમિયા માતાજીના મંદિરેથી, તા.૧૩

રાજ્યભરમાં પથરાયેલો પાટીદાર સમાજ છેલ્લા દસ દાયકાઓથી સમયના વહેણ સાથે કરવટ બદલતો રહ્યો છે. રૃઢિચુસ્ત રિવાજોની બેડીઓમાં કેદ બનવાને બદલે સમયાંતરે સમાજિક રીત રિવાજોની સુધારણામાં આ પાટીદાર સમાજ મોખરે રહ્યો છે. ૧૦પ વર્ષ અગાઉ તા. ૮-૧૦-૧૯૦૪ના રોજ શ્રીમંત ગાયકવાડ સરકારે તેમના રાજ્યની જુદી જુદી જ્ઞાાતિઓનાં સાંસારિક બાબતોની માહિતી મેળવી સામાજિક સુધારા કરવા માટે જાહેરનામું બહાર પાડીને તેમના અભિપ્રાય માગ્યા હતા. ગાયકવાડી રાજ્યના વિસ્તારોમાં બે ડઝન જેટલી જ્ઞાાતિઓ અસ્તિત્વમાં હોવા છતાં ૧૦પ વર્ષ પહેલાં સામાજિક સુધારણાના  અભિપ્રાય માત્ર પાટીદાર સમાજ અને વણિકોના સમાજના જ મળ્યા હતા.

શ્રીમંત ગાયકવાડના શાસન આવતા અમરેલી, કડી, વડોદરા અને નવસારી પ્રાન્તોમાં વર્ષ ૧૯૦૧ દરમિયાન કડવા પાટીદારોની વસ્તી ૧,૭પ,પ૭૦ હતી. આ સમયે સમગ્ર ગુજરાતમાં આંજણા, લેઉઆ તેમજ કડવા પાટીદારોની કુલ સંખ્યા ૯ લાખ જેટલી હતી.  હવે, મા ઉમાના ધામમાં ઉજવાનારા ૧૮મી શતાબ્દી રજત જયંતી મહોત્સવમાં હાજર રહેનાર પાટીદારોની સંખ્યા ૪પ લાખને આંબી જનાર છે. નિષ્કર્ષરૃપ, પાટીદારોની સંખ્યા ૯ લાખથી ૯૦ લાખે પહોંચી છતાં સામાજિક સુધારણાના મુદ્દે આ સમાજે પાછી પાની કરી નથી. કડવા પાટીદારોએ તો પોતાના સમાજના છેવાડાના પરિવારને અનુકૂળ રહે તેવા રીત રિવાજોને ઉદારતાથી સ્વીકારી લીધા છે.

સમૂહ લગ્નોની જ્યારે કોઈ કલ્પના પણ કરતું ન હતું ત્યારે સદીઓ પહેલાં કડવા પાટીદારો મા ઉમિયાના ધામમાં દર બાર વર્ષે સમૂહલગ્નો યોજતા હતા અને આ બંધુકાં લગ્નોમાં તત્કાલિન શાસકોના પ્રતિનિધિઓ પણ હાજર રહેતા હતા. ગાયકવાડ સરકારે સામાજિક રીત રિવાજોમાં સુધારણા માટે ઈ.સ.૧૯૦૪ના રોજ જાહેરનામું બહાર પાડયું ત્યારે ગામડાંમાં રહેતાં અને ખેતી કરી નિર્વાહ ચલાવતા નિરક્ષર પાટીદારોએ જ પહેલ કરી હતી. મા ઉમાના ધામનો ૧૮મી શતાબ્દી રજતજયંતી મહોત્સવ પણ સામાજિક જાગૃતિ માટે સીમાચિન્હ્ રૃપ બની જશે. 

ઉ.ગુ.માં બે લાખ કંકોત્રી દ્વારા આમંત્રણ
શ્રી         ઉમિયા માતાજીના મંદિરેથી, તા. ૧૩
ઊંઝામાં શ્રી ઉમિયા માતાજીના ૧૮મી રજત જયંતી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉત્સાહમાં સતત વધારો થતો જોવા મળે છે. આ મહા ઉત્સવમાં ભાગ લેવા માટે ઊંઝાથી સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આમંત્રણ પત્રિકા મોકલી દેવામાં આવી છે.

  • તમામ પરિવારોને કંકોત્રી ઉપરાંત, ઈ-મેઈલ અને એસએમએસ દ્વારા પણ નિમંત્રણ પાઠવાયું
  • વડોદરા રાજ્યમાં ૧૯૦૧માં કડવા પાટીદારોની સંખ્યા ૧.૭પ લાખ જ હતીઃ ૧૯૧૦માં પાટીદાર સમાજ સુધારવા પુસ્તક બહાર પડાયું હતું

ઊંઝામાં સમગ્ર વિશ્વમાં મોકલવા માટે લાખો પત્રિકાઓ તૈયાર કરવામાં આવી છે. ત્યારે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં રહેતા પાટીદારોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં ૩૬,૭૫૦ જેટલી કંકોત્રી મોકલવામાં આવી છે. મહેસાણામાં કુલ ૧,૨૫,૫૦૦ જેટલી કંકોત્રી મોકલી દેવામાં આવી છે. બનાસકાંઠામાં અંદાજે ૭,૫૦૦ જેટલી નિમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે. જ્યારે પાટણમાં લગભગ ૨૨,૭૧૪ જેટલી કંકોત્રી મોકલી હોવાનું જાણવા મળ્યું છે. પ્રચાર પસાર કમિટીના ચેરમેન સીતારામ પટેલે 'સંદેશ'ને જણાવ્યું હતુ કે કડવો ત્યાં કંકોત્રીનો અભિગમ તો રાખવામાં આવ્યો જ છે. સાથોસાથ આ તમામ કંકોત્રી પરિવાર પાસે પહોંચે તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાંથી લાખો શ્રદ્ધાળુઓ આવવાના છે. જોકે કંકોત્રી મોકલીને પણ તેમને જાણ કરવામાં આવી છે. ઊંઝા મહેસાણા જિલ્લામાં આવતું હોવા છતાં પણ એકલા મહેસાણામાં અંદાજે સવા લાખ કંકોત્રી પહોંચતી કરવામાં આવી છે.

ખાસ તૈયાર કરવામાં આવેલી આ કંકોત્રીમાં સંકલ્પ પત્ર, ઉમિયાનગરમાં યોજાનારા કાર્યક્રમની વિગતો સવિસ્તાર દર્શાવવામાં આવી છે. સાથોસાથ ઉત્તર ગુજરાતમાં હજારો મેઈલ અને એસએમએસ તો કરવામાં આવ્યા જ છે. આમ, ઊંઝાના મહોત્સવમાં જિલ્લામાં રહેતા કડવા પાટીદાર પરિવારોને કંકોત્રી પહોંચતી કરીને તમામને મહોત્સવમાં સામેલ કરીને ઈતિહાસ બનાવવાની તૈયારી થઈ ચૂકી છે.

ક્યાં કેટલી કંકોત્રી પહોંચતી થઈ ?

  • મહેસાણા            ,૨૫,૫૦૦
  • પાટણ                ૨૨,૭૧૪
  • સાબરકાંઠા           ૩૬,૭૫૦
  • બનાસકાંઠા          ,૫૦૦
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com