હેલન મિર્રેનને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાશે

Nov 18,2009 Home > Entertainment > Hollywood >Article
 
Tags:   helen mirren lifetime achievement award comment    e-mail    print    
 
Viewed 82
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

લંડન  

હોલિવૂડની પીઢ અભિનેત્રી હેલન મિર્રેને સિનેમાક્ષેત્રે આપેલા યોગદાનની કદરરૃપે તેમને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ઓસ્કારવિજેતા હેલન મિર્રેનને આવતા મહિને અહીં યોજાનારા ૧૯મા
વિમેન ઇન ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સમાં ટ્રોફી એનાયત કરાશે.

આ એવોર્ડની ભૂતપૂર્વ વિજેતાઓમાં એક સમયની બોન્ડગર્લ ડેમ ડાયેના રિગ, કેથરીન હેપબર્ન અને જુલી વોલ્તેર્સ સહિતની અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. ૧૯૪૫માં જન્મેલી બ્રિટિશ અભિનેત્રી હેલન મિર્રેન તેની સુદીર્ઘ કારકિર્દીમાં એક ઓસ્કાર, ચાર એસએજી, ચાર બાફ્ટા’, ત્રણ ગોલ્ડન ગ્લોબ અને ચાર એમી એવોર્ડ જીતી ચૂકી છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com