નખ દ્વારા જાણવા મળતાં સ્વાસ્થ્ય અને સ્વભાવ

Nov 18,2009 Home > Supplements > Nakshatra >Article
 
Tags:   health comment    e-mail    print    
 
Viewed 3076
Rate 5.0
Rating
Bookmark The Article
 
 

જેટલી નાના નખવાળી વ્યક્તિ શારીરિક દૃષ્ટિએ મજબૂત હોય છે તેટલી લાંબા નખવાળી વ્યક્તિ હોતી નથી. લાંબા, ગોળ અને નીલા રંગના નખ હૃદયરોગ, હૃદયની નબળાઈ તથા રક્ત સંચારમાં થનારા દોષો વગેરેની સૂચના આપે છે. નખના નીચેના ભાગમાં જે સફેદ રંગનો અર્ધ ચંદ્રાકાર ભાગ હોય છે, તે નાનો હોવાથી ઉપરોક્ત બાબત બિલકુલ વાસ્તવિક હોય છે. જો આ નખ પર તેના મૂળમાંથી ઉદ્ભવી ઊભી ધારીઓ ઉપર તરફ જાય છે ત્યારે ફેફસાં અને છાતીમાં વિકાર થાય છે.

જો પહેલી આંગળીનો નખ મૂળ તરફ, આંગળીની અંદરને, પૂરતો ઘસાયેલો હોય તો વ્યક્તિ કંઠમાળ તેમજ યક્ષ્માનો રોગી હોઈ શકે છે. આજકાલના ચિકિત્સકો પણ આ તથ્યનો મહદંશે સ્વીકાર કરે છે.

એક જ ગોળાઈના લાંબા નખ જો કેટલાક પહોળા પણ હોય તો તેઓ રાજ્યક્ષ્માના સૂચક હોય છે. જો નખ નાના તથા સાંકડા હોય તો પાંસળીનાં હાડકાં નબળાં હોય છે. પાતળા નખ દુર્બળ સ્વાસ્થ્યનો સંકેત આપે છે. જ્યારે તે ઘણા વળાંક લીધેલા હોય તો પાંસળીનાં હાડકાં વાંકાં હોય છે. જો નખ છીપલી જેવી આકૃતિ પૂરતા નાના હોય તથા નીચે તરફ અણિયારા અથવા ઓછા પહોળા હોય ત્યારે પક્ષાઘાતનો ખતરો હોય છે. આવા નખ પર ચંદ્રનું કોઈ ચિહ્ન ન હોય તો તેઓ સફેદ અથવા નીલા રંગના હોય તો પક્ષાઘાતની ખતરનાક સ્થિતિ થાય છે.

નાના છતાં ચોરસ આકૃતિના તથા નીલા નખ હૃદયની દુર્બળતાનો પરિચય આપે છે. જ્યારે નખના મૂળમાં મળી આવતાં ચંદ્રનાં ચિહ્ન નાનાં હોય અથવા બિલકુલ જોવા મળતા ન હોય તો તે વાત પૂરા નિશ્ચય સાથે લાગુ પડે છે. જો નખ ચપટા અને માંસમાં બેસેલા હોય તો તંત્રિકા સંસ્થાનમાં વિદ્યમાન વિકારની સૂચના આપે છે. આવા નખ પર એક કિનારેથી બીજા કિનારા સુધી ખેંચાયેલી રેખાઓ ખતરનાક હોય છે. જો નખ પર આરપાર જનારો કોઈ ઊંડો ખાડો જોવા મળે તો એવું સમજવું જોઈએ કે કોઈ બીમારીના કારણે, તંત્રિકા સંસ્થાન પર ખૂબ જ હાનિકારક પ્રભાવ પડતો હોય છે.

નાના નખવાળા લોકો આંતરડાંના રોગો, રક્ત સંચારણ, સંસ્થાનના રોગો અને કમરના નીચેના ભાગ તથા પગના રોગોથી પીડાતા હોય છે. જ્યારે લાંબા નખવાળા લોકો શરીરના ઉપરના ઘડના રોગો, જેવા કે ફેફસાં અને મસ્તક સંબંધી રોગોથી પીડાતા હોય છે.

નખ પર સફેદ ડાઘ શારીરિક દુર્બળતા દર્શાવે છે. જ્યારે સંપૂર્ણ નખ સફેદ છાંટથી ભર્યા પડયા હોય તો વ્યક્તિની સંપૂર્ણ તંત્રિકા સંસ્થાન દુર્બળ હોય છે. જ્યારે નખ ઘણા ચપટા હોય અને ઉપરની ટોચ પર માંસથી ઉખડેલા જોવા મળે તો પક્ષાઘાતનો ડર રહે છે.

નખ પર મોટા આકારનો ચંદ્ર હૃદયની સબળતા બતાવે છે. જો ચંદ્ર અસાધારણ રૃપથી મોટો હોય તો તેનું તાત્પર્ય એ છે કે હૃદયની ગતિ તેજ થઈ ગઈ હોય અને બસ હૃદય અથવા મસ્તિષ્કની કોઈ એક લોહીવાહિની ફાટવાની આશંકા રહે છે.

કેટલાંક સવિશેષ લક્ષણો

* વાંકાચૂકા અને રેખાયુક્ત નખ દારિદ્રની સૂચના આપે છે.

* ધબ્બાવાળા, કુરૃપ નખ દાસવૃત્તિના પરિચાયક છે.

* બહુરંગી, પહોળા, અસ્વાભાવિક આકૃતિવાળા નખ દારિદ્રની ઘોષણા કરે છે. તેનાથી ઊલટું નિર્મળ કાળા રંગવાળા, સુડોળ, ચમકીલા, ગોળ નખને સૌભાગ્યસૂચક કહ્યા છે.

નખનો રંગ ગુલાબી હોય તો તેને શુભ કહ્યા છે.

 મૂંગા રત્ન સમૃદ્ધિકારક હોય છે અને તદ્રૂપ નખ પણ સફળતાના સૂચક કહેવાયા છે.

  નાના નખ જો લાલિમા અને ચમકયુક્ત હોય, કાપકૂપવાળા ન હોય અને સુંદર, સુડોળ હોય તો તેવી સ્થિતિ સમૃદ્ધિની સૂચના આપે છે.

મોટા, કુરૃપા, અસ્વાભાવિક રૃપમાં નાના, ફાટેલા, ગંદા, ધારદાર નખને અશુભ કહેવાય છે.

દરેક નખ પોતાની આંગળીના પ્રથમ પર્વની લંબાઈનો અડધો હોવો જોઈએ. આવો આકાર શ્રેષ્ઠ માનવામાં આવે છે.

નખ પર શ્વેત બિંદુઓનું અસ્તિત્વ બેવડો પ્રભાવ દર્શાવે છે તે વ્યક્તિના ચંચળ ચિત્ત હોવાની સૂચના આપે છે. તે પીળાશપણાની રુગ્ણતાના પરિચાયક છે. નખનો ઉજ્જવળ વર્ણ વૈરાગ્યભાવની સૂચના આપે છે. આગળ તરફ ઝૂકેલા નખ, તે ભલેને એક રંગમાં હોય અથવા ધબ્બેદાર હોય, તે સદા વ્યક્તિના સ્વભાવમાં રહેલી ક્રૂરતા તરફ સંકેત કરે છે.

કાંતિહીન, વક્ર, કુરૃપ, ઘૃણાસ્પદ, રુક્ષ કાળા અથવા નીલા રંગના નખોથી યુક્ત વ્યક્તિ ખૂબ જ અધમ કોટિની, પાપી, હિંસક અને ખરાબ ચરિત્રની હોય છે. આવા મનુષ્યનું જીવન હિંસા (શિકારવૃત્તિ) ચોરી, અપરાધી કૃત્ય તથા પાપાચારમાં વીતે છે.

કૂર્મ પૃષ્ઠાકાર નખ કેવળ ચાર આંગળીઓ માટે શુભ રહે છે. અંગૂઠાનો નખ જો આવો હોય તો વ્યક્તિને ભાગ્યહીન, નિર્ધન, નિષ્ફળ અને પીડિત બનાવે છે.

મહિલાઓના સંબંધમાં લગભગ આવા જ નિયમોનું પ્રતિપાદન કરવામાં આવે છે. જે મહિલાના નખ લાલ, કંઈક ઊંચાઈની સ્થિતિમાં ન હોય તો તે ઐશ્વર્યશાલિની હોય છે.

* કોઈ પણ મહિલાના નખ જો વક્ર, કાંતિ વિનાના, કરકરા, દૂધિયા, પીળા હોય તો તે દરિદ્ર હોય છે. આવા નખ અશુભ અને અભાવજનક માનવામાં આવે છે. આવી મહિલાઓ લગભગ વ્યભિચાર તરફ ચાલી જાય છે.

* ઊંડા ઘસાયેલા, ફાટેલા, વાંકાચૂકા, ભયાનક, અથવા કાળા નખવાળી મહિલાનું જીવન અભાવ, ચિંતા, કલેશ અને અસામાજિકતાના વાતાવરણમાં વ્યતીત થાય છે.

* સ્વચ્છ, ચમકદાર, લાંબા, કોમળ નખ સ્વાસ્થ્ય અને સાફલ્યના સૂચક હોય છે. વિપરીત પરિસ્થિતિઓમાં તેમનો રંગ, તેજ, આકાર એ સઘળું પરિર્વિતત થઈ જાય છે.

* નખ કઠોર, શુષ્ક, તૂટનારા હોય તો વ્યક્તિનો સ્નાયુ દોષ વધી જાય છે. એ તથ્યને તે પ્રમાણિત કરે છે.

* નખ પર આડી રેખા પણ રોગની સૂચના આપે છે.

* પાતળા નખ શારીરિક શિથિલતાની સૂચના આપે છે.

* આ પાતળા નખ સફેદ, પીળા અથવા નીલા હોય તો આમ હોવું એ વ્યક્તિના રક્તસંચારની ગડબડીનો સંકેત છે.

* જે વ્યક્તિ દાંત વડે નખ કાપે છે તેનો કદાપિ પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં અને આવી વ્યક્તિને મિત્ર પણ બનાવવી જોઈએ નહીં.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com