રાજકોટ તા.૧૯
રાજકોટમાં મનોરંજન કર ન ભરનારા કેબલ ઓપરેટરો ઉપર આખરે તંત્રની તવાઈ ઉતરી છે. મનોરંજન કાર ભરવામાં ઠાગા ઠૈયા કરનાર દસ પૈસા કેબલ ઓપરેટરોના કનેકશન ગુરૃવારે કાપી નાખવામાં આવ્યા હતા.
મનોરંજન કરના ઈન્ચાર્જ મામલતદાર એમ.ડી.માંજરીયાના જણાવ્યા અનુસાર શહેરના માલવીયાનગર, ગોકુલધામ, વિજય સોસાયટી, વાણીવાડી, મવડી પ્લોટ, વિનય સોસાયટી સહિતના વિસ્તારોમાંથી દસ જેટલા પેટા કેબલ ઓપરેટરોના છેડા મુખ્ય કેબલ ઓપરેટરના છેડામાંથી કાપી નાખવમાં આવ્યા હતા. તમામને બે દિવસની મુદત આપવામાં આવી છે. જે વિસ્તારોમાંથી પેટા કેબલ ઓપરેટરોના છેડા કાપી નાખવામાં આવ્યા હતા તે વિસ્તારના લોકો વિવિધ ચેનલોથી વંચિત રહી જતાં દેકારો મચી ગયો હતો. માલવીયાનગરમાં મનહર રાણાના રૃા.પ હજાર, કૌશીક જાડેજા રૃા.રપ હજાર, મવડી પ્લોટમાં રમેશ ટકરૃના રૃા.૧૮૯૦૦ ગોકુલધામમાં જયુભા ઝાલાના રૃા.રપ હજારની વસુલાત બાકી છે.