દાયકાની ટોપમોસ્ટ ઈન્ટરનેટ મોમેન્ટ્સને વેબી એવોર્ડ

Nov 21,2009 Home > World >Article
 
comment    e-mail    print    
 
Viewed 199
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

ન્યૂ યોર્ક, તા. ૨૧

ન્યૂયોર્કની એક અકાદમીએ વાર્ષિક વેબી એવોર્ડ્સને બદલે આ વર્ષે દાયકાની શ્રેષ્ઠ ઈન્ટરનેટ ઘટનાઓને એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. તેમાં વિકિપિડિયા નામના ઈન્ટરનેટ શબ્દકોષનો આરંભ, આઈ-ફોનની શરૃઆત, અમેરીકન પ્રમુખની ગયા વર્ષની ચૂંટણીઓ વગેરે ઘટનાઓને ટોચની દસ ઘટનાઓમાં મૂકવામાં આવી છે.

એક સમયે મોટી કંપનીઓ અને સરકારી કચેરીઓના જ કામનું ગણાતું ઈન્ટરનેટ છેલ્લા એક દાયકામાં ઘેર ઘેર પ્રસરી ચૂક્યું છે. તેનો વાચકવર્ગ એટલો બધો વધી ગયો છે કે અમિતાભ બચ્ચન જેવા ટોચના અભિનેતાઓએ પણ પોતાની વાત ચાહકો સામે મુકવા માટે ઈન્ટરનેટનો આશરો લેવો પડે છે. ઈન્ટરનેટને ટોચની લોકપ્રિયતા અપાવનાર છેલ્લા એક દાયકામાં કેટલીક ઘટનાઓ અમર કહી શકાય તેવી છે. એવી ઘટનાઓને વધુ યાદગાર બનાવવા ન્યૂયોર્કની એક અકાદમીએ ર્વાિષક 'વેબી એવોર્ડ્સ'નો આરંભ કર્યો છે.

ન્યૂયોર્કમાં સ્થપાયેલી 'ઈન્ટરનેશનલ અકાદમી ઓફ ડિજિટલ આર્ટ્સ એન્ડ સાયન્સિસ' નામની અકાદમીએ ૧૯૯૬થી એવોર્ડ્સ આપવાની શરૃઆત કરી હતી. ચાલુ વર્ષે આ અકાદમીએ માત્ર ર્વાિષક એવોર્ડને બદલે છેલ્લા દાયકામાં બનેલી યાદગાર અને અમર ઘટનાઓને એવોર્ડ્સ આપવાનું નક્કી કર્યું છે.

ઈન્ટરનેટની કથા માત્ર એક દાયકાની કથા નથી રહી. તે યુગપરિવર્તનની વાત બની ગઈ છે. ઈન્ટરનેટની શક્તિઓ એવી વિકસી ગઈ છે કે ટ્વિટર જેવી સામાજિક વેબસાઈટ રાજકીય પરિવર્તન લાવી દે છે. વ્યાપારથી માંડીને સંદેશાવ્યવહાર અને રોજિંદા જીવનના દરેક પાસાંને ઈન્ટરનેટે બદલી દીધું છે. રાજકારણ અને પોપ સંગીતની દુનિયાતો રીતસર ઈન્ટરનેટ પર આધાર રાખવા માંડી છે. જૂની પદ્ધતીઓને તિલાંજલિ અપાવી નાગરિકોના હાથમાં વધુને વધુ સત્તા આપનાર ક્રાંતિકારી સુધારા લાવનાર જે દસ ઘટનાઓને આ વખતે 'વેબી એવોર્ડ્સ' અપાયા છે તેમાં ઈન્ટરનેટ પર વિડિયો પ્રસારણ, ફેસબુક અને ઈરાનની ચૂંટણી પણ મુખ્ય છે.

દાયકાની એવોર્ડ-વિનર ઘટનાઓ

ઈ.સ. ૨૦૦૦માં સાન્ફ્રાન્સિસ્કોની ક્રેઈગલિસ્ટ વેબસાઈટ વિશ્વવ્યાપી બની અને અખબારો ઈન્ટરનેટ પર આવી ગયાં હતાં.

એ જ વર્ષે 'ગૂગલ એડવર્ડસ' આંરભ કરવામાં આવી તેથી નેટ પર એકદમ સ્પષ્ટ સુરેખ જાહરાતો મૂકવાની શરૃઆત થઈ.

૨૦૦૧માં વિકિપિડિયા નામનો શબ્દકોષ શરૃ કરવામાં આવ્યો જે મફત હતો અને ઓપન પણ હતો. એટલે કે તેમાં કોઈ વિગત ઘટતી લાગે તો જોનાર જાતે ઉમેરી શકે. આજે તમાં ૨૭૧ ભાષાઓમાં ૧.૪ કરોડ શબ્દોની વિસ્તુત સમજૂતી છે.

એ જ વર્ષે નેપસ્ટર બંધ થતનાં ફાઈલ શેરિંગનો યુગ આરંભાયો.

૨૦૦૪માં ગૂગલને શેર બજારમાં મુકાયો અને તે ભંડોળથી ગૂગલ રોજેરોજ કામ આવે તેવી અદ્ભુત સેવાઓનો આરંભ કરી શક્યું

૨૦૦૬માં નેટ પર વિડિયો મૂકવાની સગવડ ચાલુ થઈ અને ઈન્ટરનેટ પોપ સંગીતથી રાજકારણ અને મૈત્રી સુધી જીવનના બધાં જ પાસાંઓમાં પ્રવેશી ગયું

એ જ વર્ષે કોલેજમાં ભણતા ન હોય તેવા લોકો માટે 'ફેસ બૂક' નામની સામાજિક વેબસાઈટ ચાલુ કરવામાં આવી જ્યાં કોઈપણ માનવી મફતમાં પોતાની વિગતો મૂકી શકે અને ચેટ કરી શકે.

૨૦૦૭માં આઈ ફોન આવ્યો અને ઈન્ટરનેટ દ્વારા કામ કરનાર ફોન વૈભવી ચીજમાંથી જરૃરિયાતની વસ્તુ બની ગયા.

૨૦૦૮માં અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં જે રીતે ઈન્ટરનેટનો ઉપયોગ કરાયો તેથી ચૂંટણી-પ્રચારની પદ્ધતિ ધરમૂળથી બદલી નાંખી.

૨૦૦૯કમાં ઈરાનની ચૂંટણી વખતે ટ્વિટર નામની અન્ય એક મફત સામાજિક વેબસાઈટનો જે રીતે આંદોલન ચલાવવા માટે ઉપયોગ થયો તેથી એક નવો જ ચીલો આરંભાયો.

 

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com