ધો-૧૦ અને ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા આપનારા છાત્રોમાં વધારો થયો

Dec 15,2009 Home > Gujarat > Bhavnagar >Article
 
comment    e-mail    print    
 
Viewed 57
Rate 0
Rating
Bookmark The Article
 
 

ભાવનગર તા.૧૪

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-૧૦ અને ધો-૧૨ની  માર્ચ ૨૦૧૦માં લેવામાં આવનારી પરીક્ષામાં ભાવેણાના છાત્રોની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળ્યુ છે.વિજ્ઞાન પ્રવાહમા વિધાર્થીઓ ઘટી રહ્યાની બુમ વચ્ચે ભાવેણામાં વિધાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૦માં બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૦૯માં લેવામાં આવેલી ધો-૧૦ની બોર્ડની પરીક્ષામાં ૨૬,૧૬૧ વિધાર્થીઓ નોંધાયા હતા.તેવી જ રીતે ધો-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧૨,૬૮૩ વિધાર્થીઓ નોંધાયા હતા.અને ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં  ,૭૭૦ વિધાર્થીઓ નોંધાયા હતા.દરમિયાન ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  માર્ચ ૨૦૧૦માં લેવામાં આવનારી પરીક્ષામાં અર્થાત આ વખતે ભાવેણામાં ધો-૧૦માં ૪૧,૬૬૮ વિધાર્થીઓ, ધો-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧૪,૦૫૬ વિધાર્થીઓ અને ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં  ,૮૪૯ વિધાર્થીઓ નોંધાયા છે.અર્થાત ગતવર્ષની તુલનામાં ધો-૧૦માં ૧૫,૫૦૭ વિધાર્થીઓ, ધો-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૨,૦૦૦ વિધાર્થીઓ અને ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૭૯ વિધાર્થીઓની વધારો નોંધાયો છે.ગત વર્ષની તુલનામાં આ વખતે ધો-૧૦ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહ અને ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની વિધાર્થીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે.સુત્રોનાં જણાવ્યા અનુસાર, ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં છાત્રોની સંખ્યા સતત ઘટતી હોવાની બુમ વચ્ચે ભાવેણામાં ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપનારા છાત્રોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષા માર્ચમાં લેવામાં આવશે.જેની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com