રાજકોટ :
ધોરાજીમાં ગોપાલનાથજી હવેલી ખાતે યોજાયેલા ૫૬ ભોગ મહોત્સવના દર્શનાર્થી આઠ મહિલાના ધક્કામૂકીના કારણે મૃત્યુ નિપજતા શોક છવાઇ ગયો હતો. મૃતકોમાં છ ધોરાજી, એક રાજકોટ અને એક જૂનાગઢની મહિલા હોવાથી ધોરાજીમાં સવારે એક સાથે સ્મશાન યાત્રા નિકળશે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતા થયેલા ઘસારાના કારણે એક બાળકી સહિત આઠ મહિલાના કચડાઇ જતા ઘટના સ્થળે જ મોત નિપજવાના બનાવના પગલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોડીરાત્રે આઠેયના પોસ્ટમોર્ટમ કરાયા બાદ તેમના પરિવારજનોને મૃતદેહનો કબ્જો સોંપવામાં આવ્યો હતો. સવારે આઠ વાગે ધોરાજી ખાતેથી એક સાથે છ મહિ લાની સ્મશાન યાત્રા નિકળ નાર છે. ધોરા જીમાં એક સાથે આઠના મોતથી ગમગની છવાઇ ગઇ છે.