વિજ્ઞાનને આજે યુવાનોનો મનપસંદ વિષય કહી શકાય. આ વાતનું પ્રમાણ દર વર્ષે સાયન્સ સ્ટ્રીમમાં પ્રવેશ મેળવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા છે. તેનું એક મુખ્ય કારણ એ પણ છે કે આજે વિજ્ઞાન વિષય સાથે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને કરિયરના રૃપમાં ઘણા વિકલ્પો મળી રહે છે, જેમ કે મેડિકલ, એન્જિનિયરિંગ વગેરે. આજે યુવાઓ પત્રકારત્વ તરફ આકર્ષાઈ રહ્યા છે અને પોતાના સુંદર ભવિષ્યની કલ્પના પણ કરે છે. જો તમે પણ વિજ્ઞાન વિષય સાથે અભ્યાસ કર્યો હોય તો પત્રકારત્વ તમારા માટે એક સારું કરિયર સાબિત થઇ શકે છે. આજે પત્રકારત્વ એક મિશન માત્ર ન રહેતાં ગ્લેમરસનો વ્યવસાય બની ગયું છે. સમયની સાથે સાથે દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવ્યા છે. આ પરિવર્તનો પત્રકારત્વના વ્યવસાયમાં પણ જોવાં મળી રહ્યાં છે.
શું છે વિજ્ઞાન પત્રકારત્વ ?
જો તમારું લેખન અને વિચાર તમને મજબૂર કરી રહ્યા હોય અને તમે દેશ - વિદેશમાં ચિકિત્સા, વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન વગેરે ક્ષેત્રોની શોધને સામાન્ય જનતા સુધી તેમની ભાષામાં રજૂ કરી શકતા હોય તો, વિજ્ઞાન પત્રકારત્વ તમને સફળતાના શિખરો સુધી પહોંચાડી શકે છે.
કાર્ય ક્ષેત્ર
આજે બધાં જ સમાચારપત્રો, પત્રિકાઓમાં વૈજ્ઞાનિક શોધોની સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી પર આધારિત ઘણી પત્ર - પત્રિકાઓ પ્રકાશિત થાય છે. ઇલેક્ટ્રોનિક મીડિયા પણ તેમાંથી બાકાત નથી. ટી.વી. અને રેડિયો પર પણ સાયન્સ બેસ્ડ પ્રોગ્રામ પ્રસ્તુત કરવામાં આવે છે. આ સિવાય ઘણી ચેનલો પણ સાયન્સ અને ટેકનોલોજી પર આધારિત હોય છે. જેમાં કરિયર સંબંધિત ઘણી સંભાવનાઓ રહેલી છે. વિજ્ઞાન પત્રકારત્વનો વિદ્યાર્થી એન.જી.ઓ. તેમજ વિકાસ કેન્દ્રોમાં વિજ્ઞાન પત્રકાર, જનસંપર્ક અધિકારી અથવા કોર્પોરેટ અધિકારીના રૃપમાં કામ કરી શકે છે. સાથે જ વિભિન્ન પત્રકારત્વ ક્ષેત્ર તથા જનસંચાર માધ્યમોમાં શિક્ષણ કાર્ય પણ કરી શકાય છે.
કોર્સિસ વિજ્ઞાન વિષયમાં પત્રકારત્વ કરવા માટે તમે વિભિન્ન શિક્ષણ સંસ્થાઓમાંથી ર્સિટફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી વગેરે કોર્સિસ પણ કરી શકો છો, જેનો અલગ - અલગ સમયગાળો હોય છે.
- ડેવલપમેન્ટ ઓફ સાયન્સ જર્નલિસ્ટ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન.
- સ્કિલ એનહાન્સમેન્ટ ઓફ પ્રોમિસિંગ સાયન્સ રાઇટર્સ. (એક સપ્તાહ)
- કમ્યુનિકેટિંગ સાયન્સ યુઝિંગ ફોક મીડિયા. (એક સપ્તાહ)
- યુઝ ઓફ માસ મીડિયા ફોર સાયન્સ પોપ્યુલરાઇઝેશન. (ત્રણ સપ્તાહ)
- પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ ઇન માસ કમ્યુનિકેશન એન્ડ સાયન્સ જર્નાલિઝમ. (૧૮થી ૨૪ માસ) યોગ્યતા
- વિજ્ઞાન પત્રકારત્વ તથા તેની સાથે જોડાયેલા વિભિન્ન કાર્યક્રમોમાં પ્રવેશ માટે તમારે વિજ્ઞાન વિષયમાં સ્નાતક હોવું જરૃરી છે. ત્યારબાદ તમે ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ કરી શકો છો.