ભાવનગરતા.૧
વિકલાંગ બાળકો માટેની માળખાકિય સવલતો આપવામાં સરકાર નિષ્ફળ ગઈ હોય તેવુ પ્રતિપાદિત થઈ રહ્યુ છે.માળખાકિય સવલતોના અભાવથી વિકલાંગ બાળકોનું ભાવિ અંધકારમય બની જવાની દહેશત સેવાઈ રહી છે.કેન્દ્ર સરકારની ગ્રાંટનો રાજ્ય સરકાર દ્વારા યથાર્થ ઉપયોગ નહિ કરવામાં આવતા વિકલાંગ બાળકોની હાલત કફોડી બની જવા પામી છે.
આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ૩૧ માર્ચ બાદ વિકલાંગ બાળકોની બંધ થયેલી સંકલિત શિક્ષણ યોજનાથી અનેક સમસ્યાઓ જટિલ બની જાય છે.વિકલાંગ બાળકોના વિનામૂલ્યે અને ફરજિયાત શિક્ષણ અંગેના કાયદા મુજબ ૬ થી ૧૪ વર્ષના બાળકોને વિનામૂલ્યે ફરજિયાત શિક્ષણ મેળવવાના અધિકાર સંબધિત કાયદા મુજબ રાજ્ય સરકારે પ્રબંધ કરવાનો રહે છે.અને તેમા વિકલાંગ બાળકોને શિક્ષણ આપવા માટે ખાસ શિક્ષક પુરો પાડવાની જોગવાઈ છે ત્યારે વિકલાંગ બાળકોને ગુણવતા યુક્ત પ્રાથમિક શિક્ષણની સેવાઓ મળે તો જ ભારત સરકારની નવી માધ્યમિક તબક્કે દાખલ કરાયેલી સમંલીત શિક્ષણનો ફાયદો રાજ્યના વિકલાંગ બાળકોને પણ મળી શકે તેમ છે.દિલ્હી હાઈકોર્ટના ચુકાદા અનુસાર દિલ્હીની પ્રત્યેક પ્રાથમિક શાળામા વિકલાંગ બાળકોના શિક્ષણ માટે ખાસ શિક્ષકો નિમવા ચુકાદો આપ્યો છે.તેમજ મહારાષ્ટ્રમા ૨૦૦૦થી વધુ પ્રાથમિક શિક્ષણ માટે રિસોર્સ ટિચર્સ નિમાયા છે.જ્યારે રાજ્ય સરકાર દ્રારા ગુજરાતમાં માત્ર ૧૨૦ શિક્ષકોની જ નિમણૂંક અપાઈ છે .ત્યારે ર્સ્વિણમ ગુજરાત વર્ષમાં સરકાર ધારે તો સંકલિત શિક્ષણમાં કામ કરતા હતા તેવા ૧૨૪૮ અનુભવી પ્રવાસી શિક્ષકોને આ યોજના અંતર્ગત રિસોર્સ ટીચર્સ તરીકે નિમણૂંક આપી તેને સમાવી શકે છે.ભારત સરકાર દ ્રારા આ માટે અનુદાન મળવા પાત્ર છે, ત્યારે જરૃર છે માળખાકિય સવલત ઉભી કરવાની. ગુજરાતમાં આ માળખાકિય સવલતો ઉભી કરવામાં સરકાર ઉદાસીન છેે.ત્યારે ધારાસભ્યો આ મુદે દરમિયાનગિરી કરે તે જરૃરી છે.તેમ અંપગ સંસ્થા સંચાલક સંઘના લાભુભાઈ સોનાણીએ જણાવ્યુ હતું.